GSTV
Auto & Tech Trending

આને કહેવાય ઑફર! જૂનો સ્માર્ટફોન આપીને લઇ જાવ નવો iPhone, થશે 23,000 રૂપિયાનો ફાયદો

iphone

Appleનો ભારતમાં પહેલો ઑનલાઇન સ્ટોર શરૂ થઇ ચુક્યો છે. હવે અહીં Appleની પ્રોડક્ટ્સ ખરીદી શકાશે. ઑનલાઇન સ્ટોર શરૂ થવાથી કસ્ટમર્સને અનેક પ્રકારના ફાયદા મળશે જેમાંથી Apple Trade In પ્રોગ્રામ છે.એપલ ટ્રેડ ઇન પ્રોગ્રામ અંતર્ગત જૂના સ્માર્ટફોન્સને એક્સચેન્જ કરાવીને નવો iPhone ખરીદી શકાય છે. કંપનીની વેબસાઇટ પર તમે સ્માર્ટફોનની લિસ્ટ જોઇ શકો છો.

iphone

જૂના iPhoneને એક્સચેન્જ કરાવીને 35,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. જ્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ એક્સચેન્જ કરીને મેક્સિમમ 23,020 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.જેમ કે જો તમે જૂના Galaxy S9 એક્સચેન્જ કરો તો તમને 13,140 રૂપિયાનો ટ્રેડ ઇન વેલ્યૂ મળશે. આ રીતે જૂના iPhone 7નો ટ્રેડ ઇન વેલ્યૂ 12,000 રૂપિયા છે.

Apple Trade in Program કેવી રીતે કરે છે કામ

iPhone

Apple Indiaની વેબસાઇટ પર જઇને તમે iPhone Buyના ઓપ્શન પર જઇ શકો છો. મોડલ અને મેમરી વેરિએન્ટ સિલેક્ટ કર્યા બાદ જૂના ફોનની ડિટેલ્સ રજીસ્ટર કરાવાની રહેશે. ઇન્સ્ટન્ટ ક્રેડિટ અપ્લાય થશે અને નવા iPhoneની કિંમત ઓછી જોવા મળશે.

હવે જેમ નોર્મલ ખરીદી કરો તેમ જ ફોન ખરીદવાનો છે. તે બાદ કંપની તમને ટ્રેડ ઇન માટે સ્માર્ટફોન તૈયાર કરવા પહેશે. જ્યારે ફોન તમારા લોકેશન પર ડિલિવર થશે ત્યારે તમારે જૂનો ફોન આપવાનો છે. કંપની ઓન ધ સ્પોટ જૂના સ્માર્ટફોનને ટેસ્ટ કરશે અને તેની કંડીશન જોશે. એલીજીબલ થવા પર ફોન લઇને નવો ફોન આપવામાં આવશે.

આ જૂના iPhone માટે ટ્રેડ ઇન પ્રોગ્રામ છે. તેમાં iPhone XS Maxથી લઇને iPhone 5S સુધી એલિજિબલ છે. iPhone 5S સુધી એલિજિબલ છે. iPhone 5Sની વેલ્યૂ 3000 રૂપિયા છે.

આ છે જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે ટ્રેડ ઇન પ્રોગ્રામ. તેમાં હાલ સેમસંગ અને વન પ્લસના સ્માર્ટફોનની લિસ્ટ છે.

Read Also

Related posts

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan

2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ

Hardik Hingu
GSTV