એપલ 2020 સુધીમાં વધુ પાવરફૂલ 3D કેમેરાની સાથે લૉન્ચ કરશે iPhones

દિગ્ગજ ફોન નિર્માતા કંપની Apple વર્ષ 2020માં વધુ પાવરફૂલ કેમેરાની સાથે iPhones લૉન્ચ કરશે. આ રિયર ફેસિંગ કેમેરા પોતાની આજુબાજુના વાતાવરણને સ્કેન કરીને 3 ડાઇમેન્સનલ રિકન્ટ્રક્શન કરી શકશે. આ ફીચર ડિવાઈસ દ્વારા 15 ફૂટના અંતર સુધી કામ કરશે. આ ફીચર દ્વારા એપલ પોતાના ફેસ આઈડી રિકગ્નિશનને વધુ સારું બનાવશે.

મળશે આ સુવિધાઓ

એપલની હાલની સિસ્ટમમાં ડૉટ પ્રોજેક્શન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે નવી સિસ્ટમમાં લેજર સ્કેનરનો ઉપયોગ કરવામાં આવશે. એપલ ટૂંક સમયમાં પોતાની ઑપરેટિંગ સિસ્ટમને પણ અપડેટ કરશે. iOS 13માં નાઇટટાઇમ વૉચિંગ માટે ડાર્ક મોડ આપવામાં આવશે. આ સિવાય કંપનીના ઈન-વીકલ સૉફ્ટવેરમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ સિવાય આઈ-પેડમાં પણ અમૂક અપગ્રેડ જોવા મળશે.

ભારતમાં ઘટી રહ્યું છે iPhonesની સેલ

અહીં જણાવવાનું કે તાજેતરમાં બહાર આવેલા એક રીપોર્ટ મુજબ ભારતમાં એપલ આઈફોનનું વેચાણ પહેલાથી ઘટી ગયું છે. એક અનુમાન મુજબ, 2017ની તુલનામાં વર્ષ 2018માં આઈફોન શિપમેન્ટમાં અડધાથી વધુનો ઘટાડો થયો. દુનિયાના સૌથી ઝડપથી વધતા સ્માર્ટફોન માર્કેટમાં 2014 બાદ આ કંપનીનુ સૌથી કંગાળ પ્રદર્શન છે. આ અગાઉ એપલની પરેશાની વધી છે, જેનાથી તેને પોતાના રેવન્યૂ આઉટલુકમાં કટોતી કરવા મજબૂર થવુ પડ્યુ છે.

હોંગકોંગની કંપની કાઉન્ટરપોઈન્ટ ટેકનોલૉજી માર્કેટ રિસર્ચ મુજબ, 2018માં એપલનુ ઈન્ડિયા શિપમેન્ટ 16 થી 17 લાખની વચ્ચે રહ્યું. સાયબરમીડિયા રીસર્ચ મુજબ આ લગભગ 20 લાખ હતું. જોકે, આ બંને આંકડા 2017ના 32 લાખ યુનિટથી ઓછા છે. વિશ્લેષકોએ જણાવ્યું કે આઈફોન શિપમેન્ટ ઘટવાનું કારણ એ છે કે આ ફોન ખૂબ મોંઘા છે. વનપ્લસ જેવી ચીનની કંપનીઓ આઈફોનની એક તૃતીયાંશ કિંમતમાં તેનાથી સારા ફીચર્સવાળા સ્માર્ટફોન વેચી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter