GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

iPhonesના ડ્યુઅલ સિમ યુઝર્સ માટે મેસેજ ફિલ્ટર લાવશે Apple, એડિટ મેસેજ ફીચરમાં થશે સુધારો

iPhone

Apple iPhone પર બે સિમનો ઉપયોગ કરતા તેના વપરાશકર્તાઓ માટે iOS 16 પર મેસેજ ફિલ્ટર ઉમેરવા જઈ રહ્યું છે. નવું ફીચર સિમના આધારે બે અલગ-અલગ કેટેગરીમાં મળતા મેસેજને ફિલ્ટર કરશે. ટેક દિગ્ગજ iOS 16 પર iMessage માટે એડિટ ફીચરને સુધારવાનો પણ પ્રયાસ કરી રહી છે. અગાઉના iOS વેરિયન્ટ્સ પર સંપાદન સુવિધા ઉપલબ્ધ ન હોવાથી, iOS 15 અથવા તે પહેલાંના વર્ઝન ચલાવતા યુઝર્સને મેસેજમાં કરવામાં આવેલા ફેરફાર દેખાતા નહતા.

હાલમાં, iPhone નિર્માતા કંપની Apple ડ્યુઅલ સિમ વપરાશકર્તાઓ દ્વારા પ્રાપ્ત સંદેશાઓને વર્ગીકૃત કરવા માટે એક નવું ફિલ્ટર ઉમેરવા પર કામ કરી રહી છે. આ ફિલ્ટર નવી iOS 16 ઓપરેટિંગ સિસ્ટમનો ભાગ છે, જે હાલમાં તેના બીજા બીટા તબક્કામાં છે. બીટા 2 iOS16 મુજબ, Apple હવે iPhone ડ્યુઅલ સિમનો ઉપયોગ કરતા ગ્રાહકોને સિમ આધારિત તેમના મેસેજ ફિલ્ટર કરવાની અનુમતિ આપશે. નવી સુવિધા iMessage અને SMS સર્વિસ બંને ઉપલબ્ધ હશે અને આ સિમના આધાર પર મેસેજને ફિલ્ટર કરશે.

iPhone

સંદેશા ફિલ્ટર કરવાની મંજૂરી આપશે. નવી સુવિધા iMessages અને SMS સેવા બંને માટે ઉપલબ્ધ હશે અને SIM પર આધારિત સંદેશાઓને ફિલ્ટર કરશે.

એડિટ ફીચરને ઠીક કરવાની થઈ રહી છે કોશિશ

9To5Macના રિપોર્ટ અનુસાર, Apple iOS 16 માટે iMessage પર ટેક્સ્ટ માટે એડિટ ફીચરને ઠીક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. વર્તમાનમાં એડિટ ફીચર બેકવર્ડ કમ્પેટિબલ નથી અને આ માટે એડિટ કરવામાં આવેલ મેસેજ iOS 15 અથવા તેનાથી જૂના યુઝર્સને દેખાતું નથી.

iPhone

મેસેજ બતાવવાની નવી રીત

Apple કથિત રીતે સંપાદિત સંદેશાઓ બતાવવાની રીત શોધી કાઢી છે. આ સંપાદન સંદેશાઓ હવે iOS ના જૂના સંસ્કરણો પર ચાલતા iPhones પર ‘એડિટ ફોર’ લેબલ સાથે દેખાય છે. જો કે તે અગાઉના મેસેજને રિપ્લેસ કરતું નથી, પરંતુ આ એડિટ મેસેજને બિલકુલ ના દેખવાથી સારુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દુર્ભાગયથી Apple હજુ પણ iOSના જુના વર્ઝનની સાથે iOS 16 પર અનસેન્ડ મેસેજ ફીચરને સફળતાપૂર્વક ઈંટિગ્રેટ કરવાની કોઈ રીત નથી નીકાળી.

એપલ ફિલ્ટર એક્સ્ટેંશન પણ કરશે રજૂ

તેના WWDC 2022 કીનોટ દરમિયાન, Apple એ નવી iOS 16 ઓપરેટિંગ સિસ્ટમ રજૂ કરી. તાજેતરમાં, Apple iOS 16 પર ટ્રાન્ઝેક્શન્સ અને પ્રમોશનમાં 12 સબ-કેટેગરીમાં મેસેજ માટે ફિલ્ટર એક્સટેંશન પણ રજૂ કરવામાં આવી રહ્યુ છે.

READ ALSO:

Related posts

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી

GSTV Web Desk

Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો

Binas Saiyed
GSTV