GSTV

કોરોના વાયરસના કારણે Apple ને કરોડો રૂપિયાનુ નુકસાન, હવે કંપની ઉઠાવશે આ પગલું

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરની અસર ટેક જાયન્ટ એપલ પર પણ પજી રહી છે. એપલે ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં આઈફોનની સપ્લાઈમાં ઘટાડો આવી શકે છે. કંપનીનું કહેવુ છે કે, તેમના પાર્ટનર્સને ચીનમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ મુશ્કેલનીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સાથે જ કંપનીએ ચીનમાં પોતાના પ્રોડક્ટના વેચાણમાં પણ ખામી આવવાની વાત કરી છે.

એપલે જણાવ્યુ કે, ચીનમાં અમારા બધા જ સ્ટોર્સ બંધ છે. અમારા વધારે પડતા પાર્ટનર્સના સ્ટોર પણ કોરોના વાયરસના કારણે ચીનમાં બંધ થઈ ગયા છે. કંપનીએ 1 ફેબ્રુઆરીથી જ ચીનમાં પોતાના બધા 42 સ્ટોરને બંદ કરી દીધા છેય એપલે સ્ટોરબંધ કરવાનું પગલું હેલ્થ એડવાઈસના કારણે ઉઠાવ્યુ હતુ. તે સિવાય જે પાર્ટનર્સે સ્ટોર હાલમાં જ ઓપન કર્યા છે. તેમના કામ પર પણ
કોરોના વાયરસની ખઊબ જ અસર જોવા મળી રહી છે.

એપલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કંપની ચીનમા પોતાના સ્ટોર્સને બીજી વખત ઓપન કરવાની કોશિશ કરી રહી છે. જો કે, કંપની ધીરે-ધીરે આ પગલાને ઉઠાવવાનું વિચારી રહી છે. એપલે જણાવ્યુ છે, તેમના બધા જ ઓનલાઈન સ્ટોર્સ સપ્લાઈ માટે ઓપન છે. સાથે જ કહ્યુ કે, ચીનમા તેમના કામ પર પ્રભાવ પડવાના કારણે વૈશ્વિક સ્તર પર નુકાસન ઉઠાવવુ પડશે. જો કે, કંપનીનું કહેવુ છે કે, ચાઈનાની બહાર આઈફોનની માગમાં કોઈ સમસ્યા જોવા મળી નથી. એપલને વર્ષ 2019ની શરૂઆતમાં પણ ચીનમાં આઈફોનમા માગમાં ખામી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, એપલે છેલ્લા કેટલાક સમયમાં ચીનની બહાર પણ આઈફોન બનાવવા પર ભાર દેવાનુ શરૂ કરી દીધુ હતુ, પરંતુ કોરોના વાયરસના કારણે એપલના આ વર્ષે લોન્ચ થતા પ્રોડક્ટમાં પણ મોડુ થઈ શકે છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!