GSTV
Home » News » એક જ ઝાટકામાં Appleના ડૂબ્યા 5,25,800 કરોડ રૂપિયા, આ છે કારણ

એક જ ઝાટકામાં Appleના ડૂબ્યા 5,25,800 કરોડ રૂપિયા, આ છે કારણ

દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં સામેલ અમેરિકન કંપની એપલના શેરોમાં ગુરૂવારે ભારે ઘટાડો નોંધાયો. એક જ દિવસની અંદર કંપનીને કુલ 75 અબજ ડૉલર એટલેકે લગભગ 5,25,800 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે. એપલે એક દિવસ પહેલા જ કહ્યું હતું કે એપલની કમાણી 2018ના છેલ્લા ત્રણ મહિનામાં અનુમાનથી ઓછી રહી શકે છે. પહેલા કંપનીએ 89 અબજ ડૉલરના મહેસૂલનુ અનુમાન લગાવ્યુ હતું, પરંતુ બુધવારે કંપનીએ કહ્યું કે તેને 84 અબજ ડૉલરની કમાણી થઇ શકે છે. વીતેલા 16 વર્ષોમાં આ પ્રથમ વખત હતુ, જ્યારે એપલે પોતાની આવકના અનુમાનમાં કપાત કરી છે. આ ચેતવણી બાદ કંપનીના શેર 10 ટકા ગગડી ગયા.

એપલ દ્વારા છેલ્લી તિમાહીમાં કમાણીનુ અનુમાન ઘટવાનુ એક કારણ ચીન બજારમાં આઈફોનના વેચાણમાં ઘટાડો છે. એપલની આ ચેતવણી બાદ અમેરિકાના મુખ્ય માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો. ટેકનીકલ કંપનીઓ વાળા નેસડેક ઈન્ડેક્સ 3.1 ટકા ગગડીને બંધ થયો છે. એપલ ગયા વર્ષે ઓગષ્ટમાં જ દુનિયાની પહેલી હજાર અબજ (એક ટ્રિલિયન) ડૉલરની કંપની બની હતી. તેણે બીજી મોટી કંપનીઓ જેવીકે એમેઝોન, માઇક્રોસૉફ્ટ અને ફેસબુકને પછાડીને હજાર અબજના આંકડાને આંબી હતી.

એપલને આ વાતની હતી પહેલાથી જાણકારી હતી

આવુ એટલા માટે થયુ કારણકે કંપનીએ પોતાના છેલ્લા ત્રણ મહિનાના સારા પ્રદર્શનનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેનાથી તેના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હવે એપલના શેરોમાં આવેલા આ ભારે ઘટાડાને અમૂક વિશ્લેષક સામાન્ય ઝાટકો માની રહ્યાં છે તો અમૂક કંપની માટે મોટી તબાહી કહી રહ્યાં છે. પરંતુ હવે કંપની માટે આઈફોનના વેચાણમાં આવેલો ઘટાડો તેનુ મુખ્ય કારણ છે. આઈફોન ગ્રાહક પહેલા બજારમાં લૉન્ચ કરેલા આઈફોનને ખરીદવા માટે ઉત્સુક રહેતા હતાં.

આઈફોનનુ નવુ મૉડલ લૉન્ચ થતા જ કંપનીના શોરૂમ બહાર લાઇનો લાગી જતી હતી. પરંતુ હવે એવુ થતુ નથી.

બીબીસીના ટેકનિકલ સંવાદદાતા ડેવ લી કહે છે, “આજના સમયના મોબાઇલ ફોનની ગુણવત્તાના કારણે અમે ફોનનુ નવુ મૉડલ ખરીદવા માટે વધુ ઉત્સુક રહેતા નથી. હવે નવો આઈફોન એક હજાર ડૉલર સુધીનો થઇ ગયો છે.” પરંતુ એવુ નથી કે એપલને નવા આઈફોનના ઠંડા વેચાણનુ અંદાજ હતો નહીં. આ જ કારણ છે કે એપલે કેટલાંક અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે.

આજે સેવા, સ્વાસ્થ્ય અને ફિટનેસ ક્ષેત્રમાં પણ એપલે નોંધપાત્ર પ્રગતિ કરી છે. એપલે સેવા ક્ષેત્રથી એટલા પૈસા કમાવી લીધા છે, જેટલી ફેસબુકની કુલ આવક છે. ડેવ લી કહે છે, “એટલે આ કહેવુ અયોગ્ય રહેશે કે એપલ કંપની મુશ્કેલીમાં છે.” પરંતુ બીજી તરફ ચીનની અર્થવ્યવસ્થા પડી રહી છે અને આ જ કારણ છે કે ચીનના માર્કેટમાં આઈફોન ઓછા વેચાઇ રહ્યાં છે.

ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વૉરથી એપલને થયેલુ નુકસાન એક કારણ છે. એપલના સીઈઓ ટિમ કુક તેના માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માને છે. ટિમ કુકે કંપનીના શેરધારકોને કહ્યુ હતું, ‘વ્યાપાર યુદ્ધની અસર હવે દેખાવા લાગી છે અને જેનાથી ગ્રાહકોનો વિશ્વાસ ડગી રહ્યો છે.’ એપલને ભલે ભારે નુકસાન થયુ હોય, પરંતુ કંપનીની તિજોરીઓ હજી પણ ભરપૂર છે અને શક્ય છે કે એપલ કોઈ અન્ય ક્ષેત્રમાં પણ પોતાની નવી શાખા ઉભી કરી દેશે. કંપનીની પાસે આ કરવા માટે પર્યાપ્ત પૈસા છે.

READ ALSO

Related posts

Chandrayaan 2 VIDEO: જુઓ 33 સેકેન્ડનો એ રોમાંચ જ્યારે વધી ગઈ હતી દેશની ધડકનો

Kaushik Bavishi

ચંદ્રયાન-2નું અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ, 48 દિવસ બાદ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવમાં કરશે લેન્ડિંગ

Mansi Patel

પીએમ મોદી પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓ પાડવાનું ન ચૂક્યા, ભારતે મેળવી એવી ઐતિહાસિક સિદ્ધિ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!