GSTV
Home » News » ગેરકાયદે ચાલતી એપ દૂર કરવા આ દેશોની સરકારોએ કર્યો આદેશ, વિશ્વની ટોચની કંપનીએ કર્યો ખુલાસો

ગેરકાયદે ચાલતી એપ દૂર કરવા આ દેશોની સરકારોએ કર્યો આદેશ, વિશ્વની ટોચની કંપનીએ કર્યો ખુલાસો

એપલ સ્ટોરમાંથી ગેરકાયદે ચાલતી એપ્સને દૂર કરવા માટે દુનિયાભરના અનેક દેશોની સરકારે એપલ કંપનીને આદેશ કર્યો છે. જુલાઈથી ડિસેમ્બર 2018 માટે એક રિપોર્ટમાં આઈફોન નિર્માતા કંપનીએ ખુલાસો કર્યો છે કે તેમની પાસે 770 એપ્સ છે જેને દૂર કરવા માટે 11 દેશોમાંથી 80 અરજી આવી છે.

કંપનીએ તેમાંથી 634 એપ્સને દૂર કરી પણ દીધી છે. એપલએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે એક સરકારી એજન્સીએ એપ સ્ટોર પર એક્ટિવ અને કાયદાનો ભંગ કરતી થર્ડ પાર્ટી એપ્સને દૂર કરવા પણ કહ્યું છે.

એપ્સને હટાવવા માટેની સૌથી વધારે માંગ ચીનએ કરી છે. તેમણે કંપનીને 517 એપ્સ દૂર કરવા કહ્યું છે. આ સિવાય આવા દેશોમાં સાઉદી અરબ, તુર્કી, લેબનાનનો પણ સમાવેશ થાય છે. એપલએ એમ પણ જણાવ્યું છે કે આ દરમિયાન 2 લાખથી વધારે ડિવાઈસ પર એક્સેસ કરવા માટે 29 હજારથી વધારે માંગ કરવામાં આવી છે. જર્મનીએ સૌથી વધારે કાયદાકીય માંગ કરી છે. જર્મનીએ 19 હજારથી વધારે ડિવાઈસ માટે 12 હજારથી વધારે અરજી કરી હતી.

READ ALSO

Related posts

રાજકોટમાં મામા-ભાણેજ પર વીજળી પડવાથી મામાનું મોત

Kaushik Bavishi

છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ, મેણ નદી બે કાંઠે વહેતી

Kaushik Bavishi

વિશ્વનાં આ દેશની સર્વોચ્ચ બેન્કનાં ગવર્નર બનશે રઘુરામ? જાણો શું કહ્યું પૂર્વ RBI ગવર્નર રાજને

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!