GSTV

ભારત બાદ Apple આપ્યો ચીનને મોટો ઝટકો, ચાઈનીઝ એપ સ્ટોર પરથી હટાવી આટલી એપ્લીકેશન

Apple એ શનિવારે ચાઈનીઝ એપ સ્ટોર ઉપરથી અંદાજે 29,800થી વધારે એપ્સને હટાવી દીધા છે. જેમાંથી 26 હજારથી વધારે એપ્સ ગેમીંગ છે. ચીનના એક રિસર્ચ ફર્મે તેના એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી છે. એપ્પલે આ કાર્યવાહી ચીની ઓથોરીટી દ્વારા વગર લાઈસન્સ પ્રાપ્ત કરેલા એપ્લીકેશન ઉપર લેવામાં આવ્યાં છે. જો કે આ મામલે હજુ સુધી એપ્પલ તરફથી કોઈ જાણકારી નથી દેવામાં આવી. આ વર્ષે ફેબ્રુઆરીમાં Apple એપબ્લિશર્સને જુન સુધીની ડેડલાઈન દીધી હતી. તે સ્થાનિક સરકાર તરફથી જાહેર લાઈસન્સ નંબરની જાણકારી દે કારણ કે, ટુઝર્સને મેક ઈન એપ ખરીદવાની સુવિધા મળી શકે. ચીને એન્ડ્રોઈટ એપ સ્ટોર પહેલાથી જ આ રેગ્યુલેશનનું પાલન કરી રહ્યાં છે. જો કે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે શા માટે એપ્પલે આવા કઠોર નિર્ણય લીધા.

પાછલા મહિને પણ હટાવી હતી અઢી હજાર એપ્લીકેશન

જુલાઈના પહેલા સપ્તાહમાં આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ 2,500થી વધારે ટાઈટલ્સને પોતાની એપ સ્ટોરમાંથી હટાવી લીધી છે. આ એપ્લીકેશનની લીસ્ટમાં ઝ્યાંગા અને સુપરસેલ જેવા ડેવલપર્સની ગેમીંગ એપ્સનો પણ સમાવેશ થાય છે.આ દરમયાન રિસર્ચ ફર્મ સેંસર ટાવરે પોતાના એક રિપોર્ટમાં આ અંગે જાણકારી આપી હતી. ચીનની સરકાર એક લાંબા સમયથી પોતાને ત્યાં ગેમીંગ ઈન્ડસ્ટ્રીઝ ઉપર કડક નિયમો લાગુ કરવા ઉપર જોર દઈ રહી છે. જેના કારણે સેંસિટીવ જાણકારી અને કોન્ટેન્ટ ઉપર લગામ લગાવી શકાય. જો ગેમીંગ એપ્સ આ એપ્સની ખરીદીની સુવિધા આપે છે. તો તેના એપ્રુવલ પ્રોસેસ બહુ જટીલ છે. આ જ કારણ છે કે ચીનના ગેમીંગ એપ ડેવલપર્સ માટે મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે.

નાના અને મધ્યમસ્તરના ડેવલપર્સ માટે સમસ્યા

એપ્પલે ચાઈનાના માર્કેટીંગ મેનેજરના માધ્યમથી દેવામાં આવેલા મિડીયા રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, આ કાર્યવાહીથી નાના અને મધ્યમ સ્તરના ડેવલપર્સ ઉપર સૌથી વધારે અસર પડશે. તેની કમાણી ઓછી થશે. પરંતુ જ્યારે બિઝનેસ લાઈસેંસ પ્રાપ્ત કરવાની જટીલતાઓથી ચીનમાં આઈઓએસ ગેમ ઈન્ડસ્ટ્રીને નુકશાન થઈ રહ્યું છે.

એપ્પલે આપી હતી 30 જૂન સુધીની ડેડલાઈન

એક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરી 2020માં એપ્પલે પોતાના એપ સ્ટોરના બેક સ્ટેજ રિવ્યુ પેજ ઉપર એક મેસેજ અપડેટ કર્યો હતો. આ મેસેજમાં જણાવ્યું હતું કે, ચીનના કાયદા હેઠળ આ એપ્લીકેશનને જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રેસ એન્ડ પબ્લિશીંગ હાઉસથી લાઈસન્સ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. તેને ધ્યાનવમાં રાખીને 30 જૂન 2020 સુધીમાં આ લાઈસન્સ ઉપલબ્ધ કરાવે. મેનલૈંડ ચાઈનામાં હાજર તમામ એપ્લીકેશનના એપ્રુવલ નંબર અનિવાર્ય છે.

READ ALSO

Related posts

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

Nilesh Jethva

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!