GSTV
Home » News » એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરથી હટાવી પોસ્ટ્સ

એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ ઉપરથી હટાવી પોસ્ટ્સ

એપલે આઈટ્યૂન્સના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજો ઉપરથી ફોટા, પોસ્ટ્સ અને વીડિયોઝને હટાવી દીધા છે. જેને કારણે અટકળો લગાવાઈ રહી છેકે, એપલની મ્યુઝીક સ્ટ્રીમિંગ સેવા હવે થોડા દિવસની જ મહેમાન છે. એક રિપોર્ટમાં એકરૂમર્સના હવાલાથી કહેવાયુ છેકે, એપલે તેના આઈટ્યૂન્સના ખાતાઓને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એપલ ટીવી સમકક્ષોની સાથે મર્જ કરી દીધા છે.

આઈટ્યૂનનું ટ્વીટર એકાઉન્ટ 13.5 લાખ ફોલોઅર્સ સાથે હજી પણ કાર્યરત છે. પરંતુ 23 મે બાદ તેની ઉપર એક પણ પોસ્ટ કરાઈ નથી. આની પહેલાં એપ્રિલમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુકે, આઈફોન નિર્માતા મૈક ઓએસના આગલા સંસ્કરણ સાથે આઈટ્યૂન્સ એપને મ્યુઝીક, પોડકાસ્ટ્સ અને ટીવી માટે અલગ અલગ એપમાં વહેંચવા પર વિચાર કરી રહ્યા છે.

મ્યુઝીક એપમાં આઈટ્યૂન્સની સમાન ક્ષમતા હોવાની આશા છે. એપલે આઈટ્યૂન્સના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજોને સોમવારે કેલિફોર્નિયામાં સૈનજોસમાં શરૂ થનારા ચાર દિવસીય વૈશ્વિક ડેવલપર્સ સમ્મેલનના એક દિવસ પહેલાં ખાલી કરી દીધા છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!