Appleની આ એપ રહીં 2018માં અગ્રેસર, આવી ગઇ ‘Best of 2018’ની યાદી

એપલે મંગળવારે પોતાની ‘Best of 2018’ યાદીની જાહેરાત કરી છે. એપલે આ યાદીમાં પૉપ્યુલર એપ્સ, ગેમ્સ, મ્યૂઝિક મૂવી, ટીવી શો, પૉડકાસ્ટ અને બીજા એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્ટ્સ સહિત 2018માં પોતાનો જલવો બતાવનાર બીજા પ્રોડકટ્સનો સમાવેશ કર્યો છે.

આ યાદીમાં કેટલીક સારી એપલ પ્રૉડક્ટ્સ જેવી એપલ ટીવી, આઈટ્યૂન્સ, એપ સ્ટોર, એપલ પૉડકાસ્ટ અને એપલ બુક પણ સામેલ છે. ક્યૂપર્ટિનોની આ દિગ્ગજ કંપનીએ જાહેરાત કરી છે કે ભારતની કંપની ડિઝાઈનમેન્ટ દ્વારા ડેવલપ કરાયેલી Froggipediaને આઈપેડ ઑફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

એપલ એપ સ્ટોરની વાત કરીએ તો 2018માં એપ સ્ટોર પર સેલ્ફ-કેર સાથે જોડાયેલી એપને ખાસ્સી ડાઉનલોડ કરવામાં આવી. જેમાં હેલ્થ ફોકસ્ડ એપ જેવા Fabulous, Shine, 10+ Happier અને Headspace સામેલ છે. Procreate Pocketએ આઈફોન એપ ઑફ ધ યરનો એવોર્ડ જીત્યો. તો Donut County આઈફોન ગેમ ઑફ ધ યર બન્યો.

Froggipediaને આઈપેડ માટે એપ ઑફ ધ યર પસંદ કરવામાં આવી તો એપલ ટેબલેટ્સ માટે Gorogoa ગેમ ઑફ ધ યરનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો. મેક પર Pixelmator Pro વર્ષની બેસ્ટ એપ બની. તો The Gardensને બેસ્ટ ગેમ એવોર્ડ મળ્યો. એપલ ટીવી પર Sweatને વર્ષની સૌથી બેસ્ટ એપ જ્યારે Alto’s Odysseyને વર્ષની સૌથી બેસ્ટ ગેમ પસંદ કરવામાં આવી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter