આ શિયાળામાં જીભને મળશે સ્વાદનું નવું સરનામું, જાણો કેવી રીતે બને છે એપલ સ્વીટ રસમલાઇ

રસમલાઈ સાંભળતાની સાથે જ મોઠામાં પાણી આવી જાય. આમ તો લગ્ન પ્રસંગે કે કોઈ સારા પ્રસંગે આવું કંઈક સ્વીટ તો બનતું જ હોય છે. પરંતુ રસમલાઈ જેવા લોકપ્રિય સ્વીટમાં ટ્વીસ્ટ લાવીને તેને એક ફલેવર આપવામાં આવે તો કેવું રહે? આજની રેસિપી પણ આવી જ ટ્વીસ્ટેડ છે. નોરમલ રસમલાઈમાં ફ્લેવર આપીને તેને વધુ યમ્મી બનાવી શકાય છે. તો આજે આપણે જોઈશુ એપલ સ્વીટ રસમલાઇની રેસિપી.

સામગ્રી

  • ૩ સફરજન
  • ૨ ચમચા મિલ્ક પાઉડર
  • ૧ લિટર દૂધ
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચા મેંદો
  • ચપટી બેકિંગ પાઉડર
  • ૧૫-૨૦ પિસ્તાં
  • ૧/૨ કપ ખાંડ
  • ૨ લીલી એલચીનો ભૂકો
  • તળવા માટે તેલ

રીત
૨ સફરજનને છોલીને છીણી લો. તેમાં પનીર, મેંદો, મિલ્ક પાઉડર અને બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લો અને લોટની જેમ ભેગુ કરો. હવે તેમાંથી નાની પેટીસ વાળી જેવા સેપ વાળી લો. ત્યાર બાદ તેને આછા બદામી રંગની થાય ત્યા સુધી તળી લો. દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળી લો. તેમાં ખાંડ અને એલચીનો ભૂકો ઉમેરી લો. એક સફરજનનાં પાતળાં ગોળ પીસ કાપી લો. કઠાઈમાં થોડી ખાંડ અને સફરજનનાં પીસ નાખી પાંચ મિનિટ ચઠવા દો. એક પ્લેટમાં સફરજનના ટુકડા પાથરી તેની પર રસમલાઈ નાખો, હવે એની પર ઉકાળેલું ગરમ ગરમ દૂધ રેડો. પિસ્તાના ટુકડાથી સજાવો અને રસમલાઈને ઠંડી કરીને પીરસો.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter