GSTV

વાહ! ભારતમાં આજથી શરૂ થયો Appleનો પહેલો ઑનલાઇન સ્ટોર! તમને મળશે આ સુવિધાઓ

apple

કોરોના મહામારી વચ્ચે પાછલા કેટલાક સમયમાં ઑનલાઇન શોપિંગમાં ઝડપથી વધારો નોંધાયો છે. સાથે જ હવે Appleએ પણ ભારતમાં પોતાનો ઑનલાઇન સ્ટોર શરૂ કરી દીધો છે. હવે Appleએ પોતાની ડિવાઇસ વેચવા માટે કોઇ થર્ડ પાર્ટી ઇ-કોમર્સ કંપનીઓનો સહારો નહી લેવો પડે.

ટિમ કુકે કર્યુ હતુ એલાન

Appleના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ ઘોષણા કરી હતી કે ભારતમાં ટૂંક સમયમાં જ ઓનલાઇન સ્ટોરની શરૂઆત કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રોડક્ટ્સની પૂરી રેન્જ અને કસ્ટમર્સને સીધો સપોર્ટ કરશે. તેનો અર્થ એ છે કે ભારતમાં ગ્રાહક આઇફોન, આઇપેડ, એપ્પલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપ્પલ ટીવી પણ ખરીદી શકે છે.

ફેસ્ટિવ સીઝનમાં થશે ફાયદો

કંપનીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે નવો ઓનલાઇન સ્ટોર ગ્રાહકોને દુનિયાભરમાં Apple સ્ટોરનો પ્રમિયમ એક્સપીરિયંસ આપશે, જે ઑનલાઇન ટીમના સભ્યો દ્વારા જશે. નવો ઑનલાઇન સ્ટોર ભારતમાં હવે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે કારણ કે ઓક્ટોબર પહેલા ફેસ્ટીન સીઝનની શરૂઆત થવા જઇ રહી છે. કંપનીએ અનેક ઓફર્સની પણ ઘોષણા કરી છે, સાથે જ સ્ટુડન્ટ્સ ઑફર્સની પણ રજૂઆત કરવામાં આવી છે.

Apple ઑનલાઇન સ્ટોરમાં મળશે આ સર્વિસ

Apple ઑનલાઇન સ્ટોર હાલ લાઇવ છે પરંતુ પ્રોડક્ટ્સને લિસ્ટેડ કરવાનું હજુ બાકી છે. તેમાં Apple સ્પેશિયાલિસ્ટની સાથે શૉપ, ફ્રીમાં નો-કોન્ટેક્ટ ડિલિવરી, તમે કેવી રીતે પેમેન્ટ કરો છો, તમારા જૂના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે ઓર્ડર કોન્ફિગર કરવા જેવા અનેક ફીચર લિસ્ટેડ છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમિશન પણ આપશે જ્યાં કસ્ટમર્સ પોતાની ડિવાઇસ માટે વોરંટી અને સર્વિસને એક્સટેંડ કરી શકે છે.

Read Also

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!