GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

સ્ટીવ જૉબ્સે બનાવેલા Apple 1 Computer ની આટલા કરોડમાં થઇ હરાજી, જાણો શું છે ખાસ

દિગ્ગજ ટેક કંપની એપ્પલના ખાસ Apple 1 Computer ની હરાજી થવા કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બરે આ કોમ્પ્યુટરની હરાજી થઇ ગઇ છે. તેના માટે 3,75,000 ડૉલર એટલે કે આશરે 2 કરોડ 72 લાખ 26 હજાર 875 રૂપિયાની બોલી લગાવવામાં આવી છે અને આ જ કિંમતે તેને વેચવામાં આવ્યું છે. એપ્પલનું ખાસ Apple 1 Computer 42 વર્ષ જૂનું છે અને તે આજે પણ કામ કરે છે. સાથે જ તેમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યા. આ કોમ્યુટરનું નિર્માણ 1976-77માં કરવામાં આવ્યું હતું.

આ કોમ્પ્યુટર એપલ-1ને 1970ના દાયકામાં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નિયાકે મળીને બનાવ્યું હતું. ત્યારે આ કોમ્પ્યુટર માત્ર 666 ડોલર (આજના લગભગ 46 હજાર રૂપિયા)માં વેચવામાં આવ્યું હતું. હરાજી માટે તેની બેઝ પ્રાઇઝ 3 લાખ ડોલર (લગભગ બે કરોડ રૂપિયા) રાખવામાં આવી હતી. બોસ્ટનની આરઆર ઓક્શન કંપનીએ આ કોમ્પ્યુટરની હરાજી કરી છે.

એપલ-1 આજે પણ કામ કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે, 1976થી 1977ની વચ્ચે જોબ્સ અને વોઝ્નિયાકે 200 કોમ્પ્યુટર ડિઝાઇન કર્યા હતા. તેમાંથી અત્યારે આશરે 60 બચ્યા છે. એપલના એક્સપર્ટ કોરે કોહેનના જણાવ્યા પ્રમાણે,જોબ્સ દ્વારા ડિઝાઇન કરેલા આ કોમ્પ્યુટરમાં અત્યાર સુધી તમામ પાર્ટ્સ ઓરિજિલન (1970ના દાયકાના જ) છે. તેનું કીબોર્ડ પણ 40 વર્ષ જૂનું છે. ટેસ્ટિંગ દરમિયાન તેને આઠ કલાક સુધી ચલાવીને જોવામાં આવ્યું, તેમાં કોઇ ખામી જોવામાં આવી નથી.

હરાજીમાં ફક્ત મધરબૉર્ડ જ નહી પરંતુ ઓરિજનલ મેન્યુઅલ, પિરિયડ સ્ટાઇલ મૉનિટર અને કી-બૉર્ડ પણ સામેલ છે. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે 1976નું આ એપ્પલ કોમ્પ્યુટર કેટલું પાવરફુલ છે. એપ્પલ 1 એક્સપર્ટ કોરી કોહેને 2018ની શરૂઆતમાં તેને રિસ્ટોર કર્યુ હતું અને તેમણે તેને 10 માંથી 8.5 રેટિંગ્સ આપ્યાં હતા.

Related posts

આપ પાર્ટીનાં પ્રભારી પર હુમલાનો કરાયો ઉગ્ર વિરોધ, કલેકટરને અપાયું આવેદન પત્ર

pratik shah

Maruti Suzukiની Swift, Alto અને Baleno ખરીદવી થઇ સરળ, કંપનીઓ 6 મહિનાના EMIમાં પણ આપે છે રાહત

pratik shah

લો બોલો! દંડની વસુલાત કરવા ગયેલા કર્મચારીઓને જ દુકાનદારોએ ઘેરી લીધા, આ બાબતે થઈ ઉગ્ર બોલાચાલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!