GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ઝટકો Appleને પણ લાગ્યો, હવે ચાર્જર અને ઈયરફોન્સ વગર જ આવી શકે છે નવા iPhone

Last Updated on June 30, 2020 by Karan

Apple તેના આઇફોન સાથે ઈયરફોન્સ, જેને ઈયરપોડ્સ પણ કહેવામાં આવે છે, જે બોક્સમાં આવે છે. આ સિવાય આઇફોનનાં બોક્સમાં ચાર્જર પણ આપવામાં આવે છે. રિપોર્ટ મુજબ આ વર્ષે આઇફોન્સમાં ન તો ચાર્જર કે ન તો ઇયરફોન આપવામાં આવશે. લોકપ્રિય વિશ્લેષક Ming-chi-kuoએ કહ્યું છે કે કંપની 2020 iPhone મોડલ્સના બોક્સમાં પાવર એડેપ્ટર અને ઇયરપોડ નહીં આપવાની તૈયારી કરી રહી છે. આટલું જ નહીં, તેઓએ એવો દાવો પણ કર્યો છે કે તાજેતરમાં લોન્ચ થયેલા iPhone SE બોક્સમાંથી ચાર્જર અને ઇયરફોનને દૂર કરીને કંપની દ્વારા વેચવામાં આવશે.

Apple એનાલિસ્ટનું કહેવું છે કે આ વખતે આઇફોન મોડેલ્સમાં 5 જી કનેક્ટિવિટી આપવામાં આવશે અને તેના કારણે કંપની કોસ્ટ કટીંગ કરી શકે છે. કોસ્ટ કટિંગ હેઠળ બોક્સમાં ચાર્જર અને ઈયરપોડ્સ આપવામાં આવશે નહી. Ming-chi-kuoનું કહેવું છે કે 2020 iPhoneના નાના પેકેટને કારણે, તે વધુ ઈકો ફ્રેન્ડલી બનશે અને આનાથી શિપિંગની કિંમત પણ ઓછી થઈ શકે છે, કારણ કે ઘણા આઇફોન એક શિપમેન્ટમાં ફિટ થઈ શકે છે.

એક રિપોર્ટ અનુસાર Apple એક નવું 20W ફાસ્ટ ચાર્જર બનાવી રહ્યું છે, પરંતુ તે iPadના નવા મોડલ્સ સાથે આવશે. Ming-chi-kuoનું માનવું છે કે આ વર્ષે 10.8 ઇંચનું iPad લોન્ચ થઈ શકે છે. આ સિવાય, આવતા વર્ષે 8.5 ઇંચનું iPad Mini લોન્ચ થઈ શકે છે અને તેની સાથે 20W ના ફાસ્ટ ચાર્જર સાથે આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં Apple તેના દરેક આઇફોન સાથે EarPods આપે છે. આ સાથે, કંપની દરેક આઇફોન સાથે 5W એડેપ્ટર પણ આપે છે. જો કે, iPhone 11 Pro અને iPhone 11 Pro Maxની સાથે 18Wનું USB C એડેપ્ટર આપવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

સાવધાન/ ક્યાંક કોઈ તમારા નામથી સીમ કાર્ડનો ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે મેળવો જાણકારી

Harshad Patel

મારુતિ સુઝુકીએ એક વર્ષમાં ત્રીજી વાર કારના ભાવ વધાર્યાઃ આ દિવસથી ગાડીઓ થશે મોંઘી, ખરીદવાનું પ્લાન હોય તો જલદી કરજો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!