શું તમારી પાસે પણ Appleનું લેપટોપ છે ? તો એક વાર આ ખબર ધ્યાનથી વાંચી લો. દુનિયામાં સૌથી સિકયોર ગેજેટ માનવામાં આવતા MacBookમાં પણ વાયરસે હુમલો કર્યો છે. દુનિયામાં લગભગ 30 હજારથી વધુ Apple Macમાં એક નવા વાયરસે હુમલો કર્યો છે. પરંતુ હેરાનીની વાત એ છે કે પોતે કંપનીને પણ ખબર નથી કે આ હુમલો શા માટે થયો.
Silver Sparrowનો હુમલો

એક ટેક સાઈટ મુજબ હાલમાં જ લોન્ચ થયેલ Apple MacBook પર ‘Silver Sparrow’ નામના એક વાયરસનો હુમલો થયો છે. એના કારણે ગયા મહિને લોન્ચ થયેલ MacBookમાં 30 હજારથી વધુ લેપટોપ સંક્રમિત છે. આ નવા વાયરસની ઓળખ કરવા વાળી સંસ્થા Ars Technicaનું કહેવું છે કે હજુ સુધી આ વાયરસે Apple Macને કોઈ નુકસાન પહોચાડ્યું નથી. જો કે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નવો વાયરસ ગમે ત્યારે સિસ્ટમ ધ્વસ્ત કરી શકે છે.
153 દેશોમાં જોવા મળ્યો વાયરસ

રિપોર્ટ અનુસાર, આ નવો વાયરસ દુનિયાના 153 દેશોમાં હાજર Apple MacBookમાં જોવા મળ્યા છે. પરંતુ આ વ્યરસથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ફ્રાન્સ અને જર્મની.
મળતી માહિતી મુજબ ‘Silver Sparrow’ નામનો આ વાયરસ Appleનાણાવ M1 ચિપમાં હાજર છે. જાણકારોનું કહેવું છે કે MacBookથી તમામ નવા ચિપ કંપનીના સર્વરથી કનેક્ટ રહે છે. એવામાં આ મેલવેરના તમામ MacBook સુધી પહોંચ્યા છે. આ વાયરસ દુનિયાભરમાં હાજર MacBook લેપટોપને ઈનફેક્ટ કરી શકે છે.

મામલા સાથે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે Appleમાં લેપટોપમાં આવા વાયરસનો હુમલો સામાન્ય નથી. જો કે આવા વાયરસથી બચવાની સૌથી સરળ રીત એ છે કે તમે એક સારા Malwarebytes ખરીદવામાં આવે જે લેપટોપને સ્કેન કરી એવા વાયરસને ખતમ કરી શકે.
Read Also
- કેવડિયામાં ‘કમલમ’ ખીલવવા સરકારે બજેટમાં ફાળવ્યા 15 કરોડ, આટલા વિસ્તારમાં થશે વાવેતર
- હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ
- મોરબી અને ગોધરાને મળી આ ભેટ/ કોરોનાકાળમાં આ મંત્રાલયને સૌથી વધુ બજેટ ફાળવાયું, થઈ ગયાં બખ્ખાં
- મોટી જાહેરાત/ અમદાવાદ-સુરત બાદ રાજ્યના આ ત્રણ શહેરોને મળશે મેટ્રોની ભેટ, બજેટમાં થઇ લ્હાણી
- રાહતની વેક્સિન/ આરોગ્યને લઈને બજેટમાં મોટી જાહેરાતો, અમદાવાદ અને સૌરાષ્ટ્રને મળી આ ભેટ