GSTV

એપલે સૌથી મોંઘુ કમ્પ્યુટર ‘મેક પ્રો’ લૉન્ચ કર્યું : કિંમત એટલી કે ‘ઘરનું ઘર’ ખરીદી શકાય

ટેકનોલોજી કંપની એપલે અમેરિકન માર્કેટમાં તેનું લેટેસ્ટ પર્સનલ કમ્પ્યુટર (પીસી) ‘મેક પ્રો’ લૉન્ચ કર્યું છે. આ કમ્પ્યુટરની કિંમત ૫૨,૫૯૯ ડૉલર છે. આજના હિસાબે ડૉલરમાંથી રૂપિયામાં રૂપાંતરણ (એક ડૉલર બરાબર ૭૦.૮૦ રૂપિયા) કરીએ તો આ પીસીની કિંમત ૩૭ લાખ ૨૪ હજાર જેવી થવા જાય છે. આ પહેલા આનાથી મોંઘા અમુક કમ્પ્યુટરો તૈયાર થયા છે, પરંતુ તેની કિંમત તેમાં મઢાયેલા સોના અથવા હિરાને કારણે વધારે હતી. આ કમ્પ્યુટરની કિંમત તેના ફિચર્સ, ટેકનોલોજિ, સુવિધાને કારણે વધારે છે. એક કમ્પ્યુટરની કિંમતમાં ભારતમાં થ્રી કે ટુબીએચકેનો ફ્લેટ ખરીદી શકાય!

વિશિષ્ટ ટેકનોલોજિ અને સ્ટેટસ સિમ્બોલ ગણાતા હોવાથી એપલની પ્રોડક્ટ્સ સામાન્ય રીતે મોંઘી જ હોય છે. મેક પ્રોની કિમત જોકે બાકી તો સાવ પ્રાથમિક કિંમત ૫૯૯૯ ડૉલર (સવા ચાર લાખ રૂપિયા)થી શરૂ થાય છે. એ પછી તેમાં સુવિધા, ફિચર્સ, હાર્ડવેર ઉમેરાતા જાય એમ કિંમત વધતી વધતી ૫૩ હજાર ડૉલરે પહોંચે છે. જેમ કે રેમ ૩૨ ગીગાબાઈટની છે, જે ૧.૫ ટેરાબાઈટની કરાવવી હોય તો ૨૫ હજાર ડૉલર વધારાના ચૂકવવા પડે. કિંમત વધવાનું મુખ્ય કારણ એ જ છે. માઉસ પેડની કિંમત ૫૦ ડૉલર છે. એવી કેટલીય સુવિધાઓ છે, જે સાથે લેવી જ પડે. સામાન્ય રીતે પીસીની રેમ ૮ કે ૧૬ ગીગાબાઈટ હોય છે, તેની સામે મેક પ્રોની મિનિમમ રેમ જ ૩૨ ગીગાબાઈટ છે.

આ પીસી ૨૮ કોરની ઈન્ટેલ ચીપ ધરાવે છે, જ્યારે તેનો ૩૨ ઈંચનો સ્ક્રીન (સામાન્ય કમ્પ્યુટર કરતાં ડબલ) સીક્સ-કે એલસીડી ડિસ્પ્લેથી સજ્જ છે. તો વળી વિન્ડોઝ-૧૦ પ્રોફેશનલ ઓપરેટિંગ સિસ્ટમ તેમાં ફીટ થયેલી જ આવશે. વાઈ-ફાઈ વાયરલેસ નેટવર્ક, બ્લુટૂથ ૫.૦, યુએસબી-૩ના બે પોર્ટ, અન્ય વાયરિંગના પાંચ પોર્ટ વગેરેથી પીસી સજ્જ છે.

કમ્પ્યુટરની કુલ સ્ટોરેજ ક્ષમતા ૧૮ ટીબી (૧૮,૦૦૦ ગીગાબાઈટ) છે. મેક પ્રો સિરિઝ એ એપલના વર્ક સ્ટેશન (એટલે કે કમ્પ્યુટર) અને સર્વરના વિવિધ મોડેલની છે. આ સિરિઝમાં અગાઉ પણ એપલે ઘણા ૧૪ હજાર ડૉલર સુધીની કિંમતના પીસી લૉન્ચ કર્યા જ છે.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!