GSTV
Home » News » Apple એ લૉન્ચ કર્યુ ખાસ ‘ક્રેડિટ કાર્ડ’, દરેક ખરીદી પર મળશે ‘ડેલી કેશ’

Apple એ લૉન્ચ કર્યુ ખાસ ‘ક્રેડિટ કાર્ડ’, દરેક ખરીદી પર મળશે ‘ડેલી કેશ’

અમેરિકાના ક્યૂપર્ટિનોમાં આયોજીત એક સ્પેશયલ ઈવેન્ટમાં એપલે પોતાનું પહેલું અને અત્યંત ખાસ ક્રેડિટ કાર્ડ ગોલ્ડમેન સેક્સ અને માસ્ટરકાર્ડ સાથે મળીને લોન્ચ કર્યું છે. એપલનો દાવો છે કે, એપલ કાર્ડ ક્રેડિટ કાર્ડના ઉપયોગનો અનુભવ સંપૂર્ણપણે બદલી નાખશે. કંપનીએ જણાવ્યું કે, એપ્લિકેશન પ્રોસેસ અત્યંત સરળ હશે. કોઈ ફી આપવાની નહિં રહે. ગ્રાહકોને ઓછા વ્યાજે પેમેન્ટ માટે પ્રેરણા આપશે. સાથે જ પ્રાઈવસી-સિક્યોરિટીનું પણ નવું સ્તર મળશે. આ સિવાય કંપની દરરોજ કેશબેક ઓફર પણ આપશે, જેને ડેઈલી કેશ કહેવામાં આવી રહ્યું છે.

દરેક ખરીદી પર કેશબેક

કંપનીએ જણાવ્યું છે કે, આ વર્ષે અમેરિકામાં ઉપલબ્ધ થનાર એપલ કાર્ડ અન્ય ક્રેડિટ કાર્ડ્સની તુલનાએ વધુ સ્પષ્ટ પ્રોગ્રામ ઓફર કરશે. જે આને મેળવવા માંગે છે તે આઈફોનના વોલેટ એપથી મેળવી શકે છે. ગ્રાહકોને એપલ કાર્ડથી પ્રત્યેક ખરીદી પર એક નિશ્વિત રકમ ડેઈલી કેશ સ્વરૂપે મળશે. એપલ પે સાથે દર વખતે એપલ કાર્ડ વાપરવાથી ગ્રાહકને 2 ટકા ડેઈલી કેશ મળશે.

એપલ કાર્ડ પર કોઇ નંબર નહી

 એપલ સ્ટોર, એપ સ્ટોર અને એપલ સર્વિસિસ દ્રારા ખરીદી કરવાથી 3 ટકા ડેઈલી કેશ મળશે. તે જગ્યાઓ માટે એપલ પે ઉપલબ્ધ નથી, કંપનીએ ટાઈટેનિયમ એપલ કાર્ડ ડિઝાઈન કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, કાર્ડ પર ના તો નંબર હોય કે સીવીસી કે એક્સપોર્ટ ડેટ પણ નહિં હોય.

મશીન લર્નિંગનો ઉપયોગ

ઉપયોગમાં સરળતા હેતુ એપલે મશીન લર્નિંગનો પણ ઉપયોગ કર્યો છે. એટલું જ નહિં, એપલ મેક્સ દ્રારા એ પણ બતાવવામાં આવશે કે, ગ્રાહકે કાર્ડથી ક્યાં-ક્યાં ખર્ચ કર્યો છે. ગ્રાહકોને સાપ્તાહિક અને માસિક ખર્ચ વ્યાજ આપવાનું રહેશે. હજૂ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ એપલ કાર્ડ અમેરિકાથી બહારના દેશોમાં ક્યારે અને કેવી રીતે મળી શકશે.

Read Also

Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!