GSTV

iPhones, iPads, Macbooks બાદ Apple લાવી રહી છે ઈલેક્ટ્રિક કાર, જાણો ક્યારે થશે લોન્ચ

Last Updated on December 22, 2020 by Mansi Patel

સારી ખુબીઓથી લેસ iPhones, ipads, Macbooks, AirPods સહિત ઘણા બધા પ્રોડક્ટસ લોન્ચ કરનારી દુનિયાની સૌથી પોપ્યુલર અને મૂલ્યવાન કંપન Apple હવે Electric Car લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે 2024 સુધીમાં, એપલની ઇલેક્ટ્રિક કાર બજારમાં આવી જશે. વિશેષ બાબત એ છે કે એપલ, તેના સ્માર્ટફોન પ્રોસેસરની જેમ, પોતાની ઇલેક્ટ્રિક કાર માટે પણ બેટરી તકનીકનો વિકાસ કરી રહી છે, જે ખર્ચ ઘટાડવાની સાથે જ સારું માઇલેજ આપી શકે છે.

Tesla સાથે હરિફાઈ

સમાચાર એજન્સી રોઇટર્સના એક અહેવાલ મુજબ, એપલ સેલ્ફ-ડ્રાઇવિંગ કાર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે ફ્યુચર મોબિલીટી માટે એક ઉદાહરણ બની શકે છે. એપલની આગામી ઇલેક્ટ્રિક કારના સમાચારથી અમેરિકન કંપની Teslaના માથા પર દબાણ વધી શકે છે, કારણ કે બંને કંપનીઓ તેમના પ્રીમિયમ ઉત્પાદનો માટે જાણીતી છે. આગામી સમયમાં, તે જાણવામાં આવશે કે એપલની ઇલેક્ટ્રિક કાર લુક, સુવિધાઓ, પાવર અને બેટરીના મામલામાં શું નવું લઈને આવે છે તેના પ્રતિદ્વંદીને કેટલી ટક્કર આપે છે.

iPhone 12નો જલવો

એપલે આ વર્ષે વિશ્વને શ્રેષ્ઠ ટેક્નોલોજીથી આપી છે અને લેપટોપ સહિતની ઘણી પ્રોડક્ટ્સ લોંચ કરી છે જેમાં સારા ફીચર્સ અને બેટરીઓ છે, તેમજ સ્માર્ટફોન પણ છે, જેમાંથી આઇફોન 12 સિરીઝ એકદમ ખાસ છે અને આ ફોન 5 જી સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતો ફોન છે.

હવે ઇલેક્ટ્રિક કાર વિશે ગંભીર

જણાવી દઈએ કે એપલની કાર વિશે સૌથી પહેલાં વર્ષ 2014માં જ સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં એપલે પોતાની ટેક્નોલોજી અને સોફ્ટવેરનાં ડેવલોપમેન્ટ સુધી પોતાને ફોક્સ કર્યુ અને દર વર્ષે એકથી વધીને એક ધાંસૂ પ્રોડક્ટ લોન્ચ કર્યા. પરંતુ તાજેતરના મહિનાઓમાં, એવા અહેવાલ આવ્યા છે કે એપલ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે અને 2024 માં વિશ્વને અમેરિકન કંપની એપલની ઇલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવશે. એપલ અનેક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે, જે ઇલેક્ટ્રિક કાર તેમજ તેની એડવાન્સ ટેકનોલોજી વિકસાવવા તરફ કામ કરી શકે છે.

READ ALSO

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!