GSTV
Home » News » આઈફોનની બેટરીને સસ્તામાં રિપ્લેસ કરાવવાની સુવર્ણ તક

આઈફોનની બેટરીને સસ્તામાં રિપ્લેસ કરાવવાની સુવર્ણ તક

Apple પોતાના આઈફોનના ગ્રાહકો માટે એક સારી ડીલ લઇને આવ્યું છે. આ ડીલ મુજબ જે આઇફોન યૂઝર્સની ફોનની બેટરી ખરાબ થઇ ગઇ છે અથવા ખરાબ થવાની છે તે પોતાના ફોનની બેટરીને 31 ડિસેમ્બર સુધી એપલની બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ બદલાવી શકે છે. આ દરમ્યાન એપલ પોતાના ગ્રાહકોને 1800-2000 રૂપિયામાં આઈફોનની બેટરી તૈયાર કરાવી રહ્યાં છે. એપલની આ ઑફરથી એવી અટકળો લગાવાઇ રહી છે કે એપલ આગામી વર્ષથી પોતાના આઈફોનની બેટરીની કિંમતમાં વધારો કરી શકે છે.

એપલની આ સ્કીમની અંદર જે આઈફોનને કવર કરાઇ રહ્યાં છે, તેમાં આઈફોન એસઈ, આઈફોન 6એસ, આઈફોન 6 પ્લસ, આઈફોન 6એસ પ્લસ, આઈફોન 7, આઈફોન 7 પ્લસ, આઈફોન 8 અને આઈફોન 8 પ્લસ સિવાય આઈફોન X પણ સામેલ છે. જોકે, આ સ્કીમમાં આઈફોન XS અને આઈફોન XRને સામેલ કરવામાં આવ્યા નથી.

એપલની આ સ્કીમનો ભારતના યૂઝર્સ પણ લાભ ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે એપલે આઈઓએસ 11 અપડેટની સાથે બેટરી હેલ્થ ઑપ્શન પણ લોન્ચ કર્યો હતો. બેટરી હેલ્થ ઑપ્શનના માધ્યમથી યૂઝર્સ પોતાના આઈફોનની બેટરીની સ્થિતિ જાણી શકે છે. બધા આઈફોન જે લેટેસ્ટ 11.3 આઈઓએસ અથવા ત્યારબાદના ઓએસ પર કામ કરી રહ્યાં છે તેઓ બેટરી હેલ્થ ઑપ્શનને સપોર્ટ કરે છે.

પોતાના ફોનની બેટરીની હેલ્થ જાણવા માટે યૂઝર્સ પોતાના ફોનની સેટિંગમાં જઇને બેટરી ઑપ્શનને ચેક કરવુ પડશે. જો તમને એવુ લાગે કે તમારા આઈફોનની બેટરી પહેલાની સરખામણીમાં થોડી નબળી પડી ગઇ છે તો તમે તેને રિપ્લેસ કરાવી શકો છો. જેના માટે તમારે નજીકના એપલ ઑથોરાઇઝ સર્વિસ પ્રોવાઇડર અથવા એપલના રિટેલ સ્ટોર પર જવુ પડશે. અહીં તમે પોતાના આઈફોનની બેટરીને 31 ડિસેમ્બર સુધી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર રિપ્લેસ કરાવી શકો છો.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં આરએસએસ અને ભાજપની મળી બેઠક, આ મુદ્દે કરાઈ ચર્ચા

Nilesh Jethva

લતા મંગેશકરનું ગીત ગાઈને ફેમસ થયા હતા રાનુ, હવે હિમેશની ફિલ્મમાં મળ્યુ ગીત

Kaushik Bavishi

સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર મેળાનું સીએમ વિજય રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન, 15 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!