GSTV

કોરોનાકાળમાં ભારતને બખ્ખાં : ચીન છોડીને આ કંપની ભારત આવી, 11 હજાર કરોડનું થયું રોકાણ

કોરોના સામે સમયસર પગલાં નહીં લઈને સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર ચીનમાંથી અનેક કંપનીઓ ઉચાળા ભરી રહી છે. આ કોરોનાકાળમાં મેન્યુફેક્ચરિંગ વિશ્વ વૈકલ્પિક સ્થળ શોધી રહ્યું છે. આ શ્રેણીમાં અમેરિકાની મહાકાય ટેક્નોલોજી કંપની એપલ મોટાપાયે ભારતમાં રોકાણ કરી રહી છે. એપલે તેના નવ ઉત્પાદન એકમો ભારતમાં ખસેડયા છે. તેમાં કોમ્પોનન્ટ બનાવતા એકમોનો પણ સમાવેશ થાય છે તેમ કેન્દ્રીય આઈટી અને કમ્યુનિકેશન્સ મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે કહ્યું હતું.

પીએલઆઈ સ્કીમ હેઠળ અરજી કરી

બેંગ્લુરૂમાં ટેક સમિટની 23મી આવૃત્તિને વર્ચ્યુઅલી સંબોધન કરતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ઝડપ લાવવાના પ્રયાસોમાં શાનદાર સફળતાને જોતાં અમે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)નો મોટો આઈડિયા લઈને આગળ આવ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ આ પહેલાં દાવો કર્યો હતો કે સેમસંગ, ફોક્સકોન, રાઈઝિંગ સ્ટાર, વિસ્ટ્રોન અને પેગાટ્રોન પીએલઆઈ સ્કીમ હેઠળ અરજી કરી રહી છે.

મોબાઈલ ફોન્સ બનાવવા માટે તે કટિબદ્ધ

પ્રસાદે ઉમેર્યું હતું કે, મને એ જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે મોટી વૈશ્વિક અને ભારતીય મોબાઈલ ફોન ઉત્પાદક કંપનીઓએ ભારતમાં અંદાજે 11,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં 10.50 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના મોબાઈલ ફોન્સ બનાવવા માટે તે કટિબદ્ધ છે. આ સમિટનું ઉદ્ધાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ ટેકનિકની તાકત દર્શાવી દીધી છે અને ભારતીયોએ સરળતાથી તે અપનાવી લીધી છે.

ટેકનિક અપનાવવાની આ શ્રેણી ચાલુ

લૉકડાઉન અને યાત્રા પર પ્રતિબંધોના કારણે લોકો ઓફિસોથી દૂર રહ્યા, પરંતુ ટેકનિકે ઘરેથી જ કામ કરવાનું સરળ બનાવ્યું. આગામી દિવસોમાં ટેકનિક અપનાવવાની આ શ્રેણી ચાલુ રહેશે. કદાચ આ ભારતના ટેક પ્રોફેશનલ માટે પ્રાસંગિક છે. તમે નોંધ્યું હશે કે કસ્ટમરની માગ હોય આૃથવા કોઈ ડેડલાઈન હોય ત્યારે સર્વશ્રેષ્ઠ સમાધાન નિકળે છે.

ટેક્નોલોજીના માધ્યમથી જ શક્ય બન્યું

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ટેક્નોલોજીએ માનવીય ગરીમા વધારવાનું કામ કર્યું છે. વર્તમાન સમયમાં લાખો ખેડૂતો એક ક્લિક પર નાણાકીય સહાયતા સહિત જરૂરી માહિતી મેળવી શકે છે. આ બધું ટેક્નોલોજીના માધ્યમથી જ શક્ય બન્યું છે. કોરોના મહામારીના સમયમાં ટેકનોલોજીએ ગરીબો સુધી માનવીય મદદ પહોંચાડવામાં ઘણી મદદ કરી છે.

દુનિયાને આપવા માટે ઘણું છે

ભારત પાસે ઈન્ફર્મેશનના યુગમાં પોતાને આગળ રાખવાની ભરપૂર તાકત છે. આપણી પાસે ટેક્નોલોજી સંબંધિત ઉત્કૃષ્ટ જ્ઞાન છે. સાથે આપણી પાસે મોટું બજાર પણ છે. આપણા સૃથાનિક ટેક સોલ્યુશન પાસે આ દિશામાં દુનિયાને આપવા માટે ઘણું છે. યુવાનો સાઈબર સિક્યોરિટી સોલ્યુશનની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

પ્રોડક્શન અને પાર્ટ્સ ઉત્પાદન કરવા માટે અરજી કરી

સરકારે વિદેશી ઈલેક્ટ્રોનિક કંપનીઓને આકર્ષવા માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં આવીને મોબાઈલ પ્રોડક્શન અને પાર્ટ્સ ઉત્પાદન કરવા માટે અરજી કરી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં આ યોજનાનો દાયરો વધારીને 10 નવા સેક્ટરોને તેમાં સામેલ કર્યા છે.

READ ALSO

Related posts

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!