GSTV
Home » News » એપલે આપી આ મોટી ભેટ, હવે ઓછી કિંમતે મળશે iPhone X

એપલે આપી આ મોટી ભેટ, હવે ઓછી કિંમતે મળશે iPhone X

iPhonesનો ઉપયોગ કરનારા લોકો માટે ખુશખબર છે. 2019થી એપલ ઈન્ક ભારતમાં જ આઈફોનની અસેમ્બલિંગ શરૂ કરી દેશે. સૂત્રો મુજબ, તાઈવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફૉક્સવેગન દેશમાં પ્રથમ વખત આઈફોનને બનાવશે.

સૌથી મોંઘા ફોનને કરસે અસેમ્બલ

સૂત્રો મુજબ, ફૉક્સકૉન અહીં ફ્લેગશિપ iPhone X પરિવારના સૌથી મોંઘા મૉડલ્સનુ અસેમ્બલિંગ કરશે. જેનાથી ભારતમાં એપલના બિઝનેસને નવા સ્તર પર લઇ જવાની આશા છે. આઈફોનની અસેમ્બલિંગ ફૉક્સકૉનના તમિલનાડુમાં શ્રીપેરૂમ્બદૂર સ્થિત પ્લાન્ટમાં કરાશે. ફૉક્સકૉનની સાથે એપલના કરારની સંપૂર્ણ જાણકારી હજુ સુધી સ્પષ્ટ નથી અને તેમાં ફેરફાર પણ થઇ શકે છે. ફૉક્સકૉન પહેલાથી જ શાઓમીના ફોન બનાવી રહી છે.

આ અગાઉ પણ કર્યા છે કેટલાંક મૉડલ અસેમ્બલ

અત્યાર સુધી એપલ બેંગલુરૂમાં વિસ્ટ્રન કૉર્પની લોકલ યૂનિટના માધ્યમથી ભારતમાં એસઈ અને 6એસ જેવા સસ્તા મૉડલ અસેમ્બલ કરતી હતી. ભારતમાં તેનું વેચાણ સસ્તા ફોન પર જ કેન્દ્રીત છે. એપલના ભારતમાં થનારા કુલ વેચાણમાં અડધાથી વધારે હિસ્સેદારી સસ્તા ફોનની જ છે. એપલે ગયા વર્ષે પોતાનો મોંઘો ફોન iPhone X લોન્ચ કર્યો હતો, પરંતુ નવુ વર્ઝન iPhone XS and XRનું વેચાણ શરૂ કરવાને કારણે કંપનીએ તેનુ ઉત્પાદન ઘટાડી દીધુ હતું.

નવી નોકરીઓનું થશે સર્જન

સૌથી મહત્વની વાત એ છે કે ફૉક્સકૉન ભારતમાં પોતાના મુખ્ય iPhone X પરિવારના ફોન જેવા સૌથી વધારે મોંઘા મૉડલ્સની અસેમ્બલિંગ કરશે. સૂત્રો મુજબ, ભારતમાં એપલનો બિઝનેસ નવા સ્તરે પહોંચી જશે. તો તમિલનાડુના ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર એમ.સી.સંપતે જણાવ્યું કે કંપની આઈફોન પ્રોડક્શનમાં રોકાણ સહિત પ્લાન્ટના વિસ્તાર પર 25 અબજ રૂપિયાનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે તેનાથી 25 હજાર નવી નોકરીઓનું સર્જન થશે.

READ ALSO

Related posts

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

Nilesh Jethva

લોકજન શક્તિ પાર્ટીનાં સાંસદ અને રામવિલાસ પાસવાનનાં નાના ભાઇ રામચંદ્ર પાસવાનનું નિધન

Riyaz Parmar

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાના હાલ બેહાલ, પાક નિષ્ફળ જવાની ભીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!