GSTV

Tech: Apple યુઝર્સને મળ્યા વધુ ત્રણ એપ સ્ટોર પેમેન્ટ મોડ, આ રીતે કરી શકો છો એક્ટિવેટ

Last Updated on August 1, 2021 by Pritesh Mehta

ભારતમાં Apple યુઝર્સને હવે એપ સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે ત્રણ નવા પેમેન્ટ મોડ આપવામાં આવ્યા છે. અત્યારસુધી એપ સબ્સ્ક્રિપશન, ઈન-એપ પેમેન્ટ માટે Apple યુઝર્સે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની વિગતો એડ કરવી પડતી હતી. હવે, પેમેન્ટ મારે UPI, RuPay અને નેટબેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકાશે.

App Store

જો તમે પણ Apple યુઝર છો તો UPI દ્વારા મહિનાના iCloud સબ્સ્ક્રિપશન પણ લઇ શકો છો. આ ઉપરાંત તમે પેઈડ એપ્સને ઓટો રીન્યુઅલ પણ લઇ શકો છો. એટલે સુધી કે વોલેટ મારફત તમે કોઈ નવી એપ ખરીદી પણ શકો છો અથવા કોઈ એપના પેઈડ ફીચર્સ પણ ખરીદી શકો છો.

App Store

આ મુદ્દાને લઈને ભારતમાં અનેક આઈફોન યુઝર્સને એપલ તરફથી નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે. તેમાં ત્રણ પેમેન્ટ મોડ અંગે જણાવવામાં આવ્યું છે. એપલે જણાવ્યું છે કે હવે યુઝર્સ UPI, RuPay અને નેટબેન્કિંગનો ઉપયોગ કરીને એપ સ્ટોર પર પેમેન્ટ કરી શકે છે.

Apple Payment

તેને લઈને એપલ દ્વારા એક પેજ પણ બનાવવામાં આવ્યું છે જેમાં યુઝર્સને વિગતવાર માહિતી આપવામાં આવી છે. યુઝર્સે લેટેસ્ટ iOS, iPad અથવા macOS વર્ઝન પર હોવું જરૂરી છે. અહીં તમને જણાવીએ કે તમે કેવી રીતે પેમેન્ટ મોડ તમારા અકાઉન્ટમાં એડ કરી શકો છો.

iPhone

તેના માટે તમારે સૌથી પહેલા iPhone કે iPadના સેટિંગ મેનુમાં જવાનું રહેશે. અહીં તમારે ટોપ સ્કિન પર Apple ID ઓપ્શન જોવા મળશે. ત્યારબાદ Payment and Shipping ઓપ્શન સિલેક્ટ કરી લો. અહીં તમારી Apple IDની વિગતો ઉમેરીને સાઈન ઈન કરો.

Apple

ત્યાર બાદ નવા પેમેન્ટ મોડમાં જાઓ, અહીં તમે Add Payment Method પર ટેપ કરો. ત્યારબાદ ઓનસ્ક્રીન મળનાર ગાઇડલાઇન્સ ફોલો કરો. અહીં તમે તમારું જૂનું પેમેન્ટ મોડ હટાવી પણ શકો છો. આ ઉપરાંત તમે MacBook થી પણ પેમેન્ટ મોડ એડ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

ભાવનગરમાં 10ના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશને મેરિયટ હોટેલનાં સ્ટાફનો કર્યો ટેસ્ટ

pratik shah

PHOTOS / લગ્ન પહેલા વિકી કૌશલના ઘરે જતી વખતે સ્પોટી થઈ કેટરીના કૈફ, જુઓ અભિનેત્રીની ખૂબસુરત તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!