GSTV
Gujarat Government Advertisement

ECG સાથે Appleની નવી સ્માર્ટવૉચ લૉન્ચ, જાણો નવા iPhoneની કિંમત અને ફિચર્સ

એપલે તેની વાર્ષિક ઇવેન્ટમાં 3 નવા આઈફોન અને ઇસીજી ફિચર ધરાવતી વૉચ લોન્ચ કરી છે. એપલ કંપનીએ તેનાં નવાં ફોનની ગઈ કાલે જાહેરાત કરી દીધી છે. કેલિફોર્નિયા સ્થિત હેડક્વાર્ટરમાં સ્ટિવ જોબ્સ થિયેટરમાં આ ઈવેંટ યોજાઈ હતી. જેમાં કંપની એ ત્રણ નવાં આઈ ફોન અને એપલ વોચ લોંચ કરી હતી.

Gujarat Government Advertisement

ઈવેંટનું લાઈવ સ્ટ્રીમિંગ કરનાર કંપનીની વેબસાઈટ થોડા સમય માટે ડાઉન થઈ ગઈ હતી. એપલની વોચ એપલ 4 તરીકે ઓળખાય છે. જે 279 ડોલરથી લઈને 499 ડોલર સુધીની કિંમતની હશે. તેમાં નવું ફિચર ઈસીજી મેટ્રિક્સનું છે. જે 5 કલરમાં ઉપલબ્ધ છે. તેમાં સ્ક્રીન 30 ટકા મોટી છે. તેમજ 18 કલાકની બેટરી ઉપલબ્ધ છે. આ સિવાય તેમાં 6 પ્રમુખ બદલાવ થશે. તેમજ તે નવાં કલરમાં ઉપલબ્ધ છે.
2. તેમજ એપલનો એપલ આઈ ફોન એમ સી 3 256 અને 512 જીબીમાં ઉપલ્બ્ધ છે જેની કિંમત 1099 ડોલર જેટલી રખાઈ છે. તો આઈ ફોન એક્સ એસ 64 , 256, 512 અને 512 જીબીમાં ઉપલ્બ્ધ છે જેની કિંમત 999 ડોલર જેટલી રાખવામાં આવી છે. તેમાં ડ્યુઅલ કેમેરા છે. તેમજ ઓ એલ ઈ ડી સ્ક્રીન પણ છે. તો આઈ ફોન એક્સ આર કે જે પણ 64 જી.બી. ,128 જી.બી, 256 જી.બી. માં ઉપ્લબ્ધ છે . જેની કિંમત 749 ડોલર જેટલી છે. તેમાં ડિસ્પ્લે નોચ , એલસીડી ડિસ્પ્લે છે. આ તમામ ફોન ભારતમાં 28 સપ્ટેમ્બરથી ભારતમાં ઉપ્લબ્ધ બનશે.

iPhone Xsની કિંમત


64 જીબીની કિંમત અંદાજે 71,783 રૂપિયા
256 જીબીની કિંમત અંદાજે 82,561 રૂપિયા
512 જીબીની કિંમત અંદાજે96,932 રૂપિયા

iPhone Xs Maxની કિંમત

64 જીબીની કિંમત અંદાજે 75375 રૂપિયા
256 જીબીની કિંમત અંદાજે 89746 રૂપિયા
512 જીબીની કિંમત અંદાજે 104117 રૂપિયા

iPhone Xs અને iPhone Xs Maxની ડિસ્પ્લે અને પરફોર્મન્સ

– ગત વર્ષે લોન્ચ કરેલા iPhone Xના અપગ્રેડ વર્ઝન તરીકે નવો આઇફોન Xs (10એસ) લોન્ચ કરવામાં આવ્યો.

– નવો iPhone Xs 5.8 ઇંચની OLED સુપર રેટિના ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone Xs Max (10એસ મેક્સ) 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે ધરાવે છે.

– iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફીચર્સ સરખા છે.

– નવા iPhone Xs અને iPhone Xs Maxમાં સ્ટીરિયો સાઉન્ડ મળશે. તે સિવાય એપલના ટ્રેડમાર્ક ફેસઆઇડીને વધુ સિક્યોર બનાવવાનો કંપનીએ દાવો કર્યો છે.

– ત્રણેય નવા સ્માર્ટફોન એપલની અત્યંત પાવરફુલ A12 Bionic ચિપ અને લેટેસ્ટ iOS 12 સાથે આવશે. કંપનીના દાવા અનુસાર, આ ચિપ અગાઉ કરતાં 50 ઘણી ફાસ્ટ છે અને 40 ટકા ઓછો પાવર યૂઝ કરે છે. નવા આઇફોનમાં આપેલ ન્યૂરલ એન્જિન (Neural Engine) મશીન લર્નિંગને વધુ સારી બનાવશે.

iPhone Xs અને iPhone Xs Maxના કેમેરા
– iPhone Xs અને iPhone Xs Maxમાં 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેટઅપ છે.

– આ કેમેરા સ્માર્ટ HDR ફીચર ધરાવે છે. આ ફીચરને કારણે મૂવિંગ ઓબ્જેક્ટનો પણ બેસ્ટ ફોટો ક્લિક કરવો પોસિબલ બનશે. તે સિવાય એપલે પોતાના ટ્રેડમાર્ક પોટ્રેટ મોડ અને પોટ્રેટ લાઇટિંગને અપગ્રેડ કર્યા છે.

– 12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા ડેપ્થ કંટ્રોલ ધરાવે છે, જેને કારણે તમે ફોટોમાં ઇચ્છો તેવું બ્લર (બોકેહ) ઇફેક્ટ આપી શકશો.

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!