GSTV

Apple iPhone 9 લેવાનું સપનું થશે પૂર્ણ, જલ્દી આટલી ઓછી કિંમતે ભારતમાં થશે લોન્ચ

સ્માર્ટફોન કંપની Apple iphone 8ની સાથે iPhone X પણ લોન્ચ કર્યો હતો, ત્યારે કંપનીએ iPhone 9ને લોન્ચ ન કરવાનો નિર્ણય લીધો, પરંતુ હવે એવુ લાગી રહ્યું છે કે, કંપની IPhone 9 ને જલ્દી જ લોન્ચ કરી શકે છે. જેથી iPhone SE 2ના વિસ્તાર તરીકે પણ જોઈ શકાય છે. માહિતી પ્રમાણે કંપની ભારત જેવા દેશને એટલા માટે ટાર્ગેટ કરે છે કારણ કે, આ પ્રકારના દેશમાં ઓછી કિંમતના આઈફોન વધારે લોકપ્રિય હોય છે અને તેનું વેચાણ પણ વધારે થાય છે.

એક ટેક વેબસાઈટ પ્રમાણે, iPhone 9 દેખાવમાં iPhone 8નું અપગ્રેડ વર્ઝન જેવું લાગે છે. જેમાં 4.7 ઈંચની LED સ્ક્રીન પણ આપવામાં આવી છે, પરંતુ તેમાં પ્રોસેસર તે જ આપવામાં આવશે જે આ વર્ષે ફ્લેગશિપ iPhone માં મળશે. આ વર્ષે કંપની A13 Bionic Chip લોન્ચ કરશે. જો કે, iPhone 9માં ફેસ આઈડી ન આપી માત્ર ટચ આઈડી જ આપી શકે છે.

iPhone 9માં સિંગલ રિયર કેમેરો પણ આપવામાં આવ્યો છે, પરંતુ સોફ્ટવેર થકી આ ફોનમાં પોર્ટેટ મોડ જેવા ફિચર્સ પણ આપવામાં આવશે. માહિતી પ્રમાણે, Apple એક જ પ્રકારના બેજલ્સ વાળા 8 અલગ-અલગ સાઈઝના iPhone ડેવલપ કરી રહી છે. જે ટેસ્ટિંગ બાદ ખબર પડશે કે, કંપની આગામી સમયમાં કેટલા આઈફોન લોન્ચ કરે છે.

એક અનુમાન લગાવવામાં આવ્યું છે કે, iPhone 9 ની શરૂઆતની કિંમત 399 ડોલરથી શરૂ થઈ શકે છે, જેની ભારતીય રકમ લગભગ 28,375 રૂપીયા થાય છે. જેથી ભારતમાં આ ફોન લગભગ 30 હજાર રૂપીયાની અંદર લોન્ચ કરવામાં આવશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં સિનેમા સંચાલકોની હાલત કફોડી, સિનેમા ક્યારે શરૂ થશે તે પણ હજુ નક્કી નથી

Nilesh Jethva

VIDEO: હવામાં ઉડતા વિમાનો તો જોયા હશે, પણ તે કેમેરામાં કઈ રીતે કેદ થાય છે જોયુ છે ક્યારેય !

Pravin Makwana

કોરોના ટેસ્ટિંગમાં ઘાલમેલઃ સરકારી રિપોર્ટમાં નેગેટીવ તો પ્રાઈવેટ લેબમાં પોઝીટીવ, ક્યો રિપોર્ટ સાચો ને ક્યા આધારે કરાવવી સારવાર?

Karan
Do NOT follow this link or you will be banned from the site!