GSTV
Home » News » જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ

સ્માર્ટફોનની દુનિયા આપણા જીવનને કેટલું આસાન બનાવ્યું છે તેમાં ક્યારેક ક્યારેક નાની એવી ભુલ પણ મોટી મુસીબતમાં નાખી દે છે. હાલમાં જ CSIS સિક્યોરિટી ગ્રુપના એનાલિસ્ટ અનુસાર એન્ડ્રોઈડ એપમાં એક ખતરનાકલ મેલવેર આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જે તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે. માલવેરનું નામ બેટમેન ફિલ્મના એક પાત્ર જોકરના નામ પરથી રાખવામાં આવ્યું છે.

શું છે જોકર મેલવેર

એન્ડ્રોઈડ એપને નિશાનો બનાવી આ ખાસ માલવેર સીધો તમારા એકાઉન્ટ પર એટેક કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર જોકર મેલવેરથી 24 એપ પ્રભાવિત છે, જેમને ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર આ મેલવેર 4,72,000 સ્માર્ટફોન યુઝર્સને પ્રભાવિત કર્યા છે. જો કે આ ચોખ્ખુ નથી કે માલવેરથી લોકોના ફોન સલામત છે કે નહીં.

કેવી રીતે તમારા એકાઉન્ટ પર તરાપ મારી શકે છે

આ માલવેર તમારા સ્માર્ટફોન પર સ્થિત એપ દ્વારા તમારા એકાઉન્ટમાં મોટી તરાપ મારી શકે છે. ઘણીવાર એપનો ઉપયોગ કરીને અચાનક સ્ક્રીન પર એડ નજરે આવે છે, અમે અજાણ્યામાં ક્લિક કરી દો છો. તે માલવેર તેવી રીતે કામ કરે છે, પ્રભાવિત એપમાં યુઝર્સમાં કોઈ એડ પર ક્લિક કરે ત્યારબાદ તે માલવેર પોતે એક્ટિવ થઈ જાય છે. ત્યારબાદ માલવેર યુઝર્સને એસએમએસ એક્સેસ કરશે. આ રીતે ઓટીપી દ્વારા થનાર પેમેન્ટ યુઝર્સની માહિતી વગર ટ્રાંજેક્શન થઈ જશે અને યૂઝર્સને ખબર પણ નહીં પડે.

કઈ એપથી છે તમને ખતરો

ગૂગલ પ્લે સ્ટોરમાં હાજર લગભગ 24 એપ આ માલવેરથી પ્રભાવિત છે. જેમાં એડવોકેટ વોલપેપર, એજ ફેસ, આલ્ટર મેસેજ, એન્ટીવાયરસ સિક્યોરિટી, સિક્યોરિટી સ્કેન, બીચ કેમેરા, બોર્ડ પિક્ચર એડિટિંગ, સર્ટેન વોલપેપર, ક્લાઈમેટ SMS, ક્યૂટ કેમેરા, ગ્રેટ VPN, લીફ ફેસ સ્કેનર, સોબી કેમેરા જેવા કેટલાંય એપ શામેલ છે.

READ ALSO

Related posts

ગુજરાતની 6 બેઠકો માટે મતદાન પૂર્ણ : અમરાઈવાડી બગાડશે સમીકરણો, અડધું થયું મતદાન

Nilesh Jethva

પાકિસ્તાનના રણતીડના ઝુંડનો છેલ્લા 4 દિવસથી હાહાકાર, કૃષિમંત્રી કચ્છ દોડ્યા

Nilesh Jethva

આવું થયું તો કોઈ તબીબ મહિલાઓની ડિલીવરી નહીં કરાવે, અમદાવાદના તબીબ પર થયું ફાયરિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!