GSTV
breaking news News World ટોપ સ્ટોરી

Ukraine war/ Appleનો મોટો નિર્ણય, રશિયામાં વેચાણ પર લગાવી રોક; App Store પરથી હટાવી એપ્સ

apple

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે Appleએ રશિયામાં પોતાના પ્રોડક્ટ્સની સેલ રોકી દીધી છે. આ વાતની જાણકારી કંપનીએ આપી છે. એમાં પહેલા કંપનીએ રશિયામાં Apple Payની સર્વિસ પર રોક લગાવી છે. સાથે જ Appleએ રશિયાની ન્યુઝ એપ્સ RT અને Sputnikને App Store પરથી હટાવી દીધી છે.

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર Appleએ રશિયામાં તમામ સેલ્સ ચેનલોમાં એક્સપોર્ટ રોકી દીધા છે. કંપનીનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત દેશોની સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.

ગયા અઠવાડિયે યુક્રેનના નાયબ ઉપવડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે એપલને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમને કંપનીના ઉત્પાદનો, સેવાઓ અને એપ સ્ટોરમાંથી રશિયાને હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આવા પગલાથી કેટલાક યુવાનોને પર અસર પડશે અને રશિયાના લોકો તેમની સેનાના ઈરાદાનો વિરોધ કરશે. એપલના નિર્ણય બાદ માયખાઈલો ફેડોરોવે ટ્વીટ કરીને રશિયામાં એપલ પ્રોડક્ટ્સનું વેચાણ બંધ કરવાની જાણકારી આપી હતી. તેમને કહ્યું કે એપ સ્ટોરની ઍક્સેસ બંધ કરવાની માંગ કરી છે.

Google પણ બંધ કરી ચૂક્યું પોતાનું સર્વિસ

Appleએ પોતાના નિવેદનમાં App Storeને લઇ વધુ જાણકારી આપી નથી. જો કે, કંપનીએ યુક્રેનમાં Apple Mapsનું ટ્રાફિક અને લાઈવ ઇન્સિડેન્ટ ફીચર ડિસેબલ કરી દીધું છે. Apple પહેલા Google પણ એવું પગલું ભરી ચૂક્યું છે. Google પણ યુક્રેનમાં Google Mapsના ટ્રાફિક ડેટાને ઓફ કરી દીધા છે.

apple

Apple શું કહ્યું?

Apple કહ્યું, ‘યુક્રેન પર રશિયાના હુમલાથી અમે ખૂબ જ ચિંતિત છીએ અને આ હિંસાનો ભોગ બનેલા તમામ લોકો સાથે ઊભા છીએ. અમે આ હુમલાના જવાબમાં અનેક પગલાં લીધાં છે. ગયા અઠવાડિયે અમે રશિયામાં તમામ સેલ ચેનલોની નિકાસ બંધ કરી દીધી છે. Apple Pay અને અન્ય સેવાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે.

‘RT News અને Sputnik News હવે રશિયાની બહાર એપ સ્ટોર પર ઉપલબ્ધ નથી. અમે યુક્રેનમાંApple Maps ટ્રાફિક અને લાઇવ ઘટનાઓ બંને સુવિધાને બંધ કરી છે.

કંપનીએ કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને સંબંધિત સરકારો સાથે વાત કરી રહ્યા છીએ. અમે વિશ્વભરના તમામ લોકોની સાથે છીએ જેઓ શાંતિ ઈચ્છે છે.

Read Also

Related posts

પાકિસ્તાને માનવતા બતાવી / 200 ભારતીય માછીમારો અને ત્રણ નાગરિક કેદીઓને મુક્ત કરતા ફર્યા વતન પરત

Hina Vaja

ઓડિશા ટ્રેન અકસ્માત મામલે CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, કેન્દ્રના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે આયોજિત કાર્યક્રમ સહિત તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ

Kaushal Pancholi

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja
GSTV