GSTV
Home » News » ફ્રીમાં iPhone રિપેર કરવાની તક આપી રહ્યું છે Apple, જાણો કેવીરીતે

ફ્રીમાં iPhone રિપેર કરવાની તક આપી રહ્યું છે Apple, જાણો કેવીરીતે

એપલ પોતાના સ્માર્ટફોન યુઝર્સ માટે એક નવી સુવિધા લઈને આવ્યું છે. કંપનીએ રિપેરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નવા પ્રોગ્રામ હેઠળ આઈફોનને મફતમાં રિપેર કરવામાં આવશે. જોકે, કંપની તેવા આઈફોનને રિપેર કરશે, જેનું વેચાણ સપ્ટેમ્બર 2017થી લઈને માર્ચ 2018ની વચ્ચે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આ સમયગાળાની વચ્ચે વેચાયેલા આઈફોન 8માં વાંધા જોવા મળ્યાં છે, જેના માટે આ રિપેરિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2017થી 2018ની વચ્ચે વેચાયેલા આઈફોન 8ના લૉજીક બોર્ડમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી છે. ત્યારબાદ આઈફોન ઑટોમેટીક સ્ટાર્ટ થઈ રહ્યો છે. એટલું જ નહીં, આઈફોનની સ્ક્રીન પણ ઑટોમેટીક અચાનક બંધ થઈ જાય છે. અહીં જણાવવાનું કે લૉજીક બોર્ડ ફોનનું મુખ્ય સર્કિટ બોર્ડ હોય છે, જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાયેલુ હોય છે. આ સિવાય આ સિસ્ટમ મેમરી, કી-બોર્ડ, ડિસ્પ્લે અને એપને પણ નિયંત્રણમાં રાખે છે.

આ રિપેરિંગ પ્રોગ્રામની જાણકારી એપલે પોતાના વેબસાઈટ પર આપતા કહ્યું કે, અમે નિરીક્ષણ કર્યુ છે કે કેટલાંક આઈફોન 8ના લૉજીક બોર્ડમાં એક મેન્યુફેક્ચરિંગ ક્ષતિ છે. આવી ક્ષતિવાળા આઈફોન ભારત,  હોંગકોંગ, જાપાન, અમેરિકા, અને ન્યૂઝીલેન્ડમાં વહેંચાયા છે. જો તમારો આઈફોન 8 રિપેરિંગ લાયક છે તો તેને ફ્રીમાં રિપેર કરવામાં આવશે. જેની જાણકારી તમે આઈફોન 8ના સીરિયલ નંબર પરથી પ્રાપ્ત કરી શકાય છે.

જો તમારી પાસે પણ આઈફોન 8 છે અને તમે જાણવા માંગો છો કે તમારો ફોન એપલના લૉજીક બોર્ડ રિપલેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ આવે છે કે નહીં તો તમારે એપલ બોર્ડની વેબસાઈટ પર જવુ પડશે. Apple સપોર્ટ વેબસાઈટ પર ગયા બાદ જેવો તમે ફોનનો સીરિયલ નંબર નાખશો તો તમને ખબર પડી જશે કે તમને ફ્રી પ્રોગ્રામનો લાભ મળશે કે નહીં. જોકે, તમારે આઈફોન રિપેરિંગમાં આપતા પહેલા આઈક્લાઉડ અને આઈટ્યુનને અપડેટ કરવો પડશે. આ સિવાય જો તમારા આઈફોનની ડિસ્પ્લે તૂટી ગઈ છે તો પહેલા તેને રિપેર કરાવી પડશે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!