GSTV

Apple પર લાગ્યો 200 કરોડનો દંડ, જૂના iPhonesને જાણી જોઈને સ્લો કરવાનો આરોપ

જૂના iPhonesને જાણી જોઈને સ્લો કરવો એપલને ઘણું મોંઘુ પડી શકે છે. ફ્રાંસની તપાસ એજન્સી DGCCRFએ એપલ પર 27 મીલિયન ડોલર (લગભગ 200 કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો છે. ફક્ત એટલું જ નહી. એજન્સીએ એપલને એક મહિના સુધી તેની સાથે જોડાયેલાં સ્ટેટમેન્ટને પણ ઓફિશિયલ વેબસાઈટ પર ડિસ્પ્લે કરવા માટે જણાવ્યુ છે. આ અહેવાલને સૌથી પહેલાં ઓનલાઈન ટેક્નોલોજી ન્યૂઝ વેબસાઈટ techcrunchએ ઉજાગર કર્યો છે.

આઈફોન્સને સ્લો કરવું એપલને પડ્યુ ભારે

આ મુદ્દા પર એપલનું કહેવું છેકે, તેણે અમુક જૂના આઈફોન્સને સ્લો કર્યા હતા. જેથી તેમની લાઈફને વધારી શકાય. તેમાં iPhone 6, iPhone 7 અને iPhone SE મોડલ સામેલ હતા. રિપોર્ટ મુજબ, આઈફોન્સને સ્લો કરતાં પહેલાં એપલે યુઝર્સ ને આ જાણકારી આપી ન હતી. તેને કારણે હવે કંપની આ અંગેનો દંડ પણ ચૂકવવા માટે તૈયાર થઈ ગઈ છે.આ મુદ્દાની તપાસ વર્ષ 2018માં શરૂ થઈ હતી આ મામલો વર્ષ 2017નાં અંતનો છે જ્યારે યુઝર્સે ફરિયાદ કરતાં કહ્યુ હતુકે, ios અપડેટ બાદ તેમનો આઈફોન પહેલાંની સરખામણીએ ઘણો સ્લો કામ કરી રહ્યો છે.

એપલે યુઝર્સને જાણ કરવી જોઈતી હતી

તપાસ બાદ એપલે કહ્યુ છેકે, જૂના આઈફોન્સની બેટરી પણ જૂની થઈ ગઈ છે.તેને કારણે તેમણે અચાનક ઓફ થતા બચાવવા માટે iOS 10.2.1 અને iOS 11.2માં અમુક બદલાવ કરવામાં આવ્યો હતો. એવામાં કંપનીથી સૌથી મોટી ભૂલ એ થઈ ગઈ કે, તેણે યુઝર્સને તેના વિશે કોઈ જાણકારી આપી ન હતી. તેના સિવાય કંપનીએ કોઈ એવો ઓપ્શન પણ આપ્યો ન હતો. જેનાંથી જૂનું iOS વર્ઝનને ફરીથી તેને ઈંસ્ટોલ કરી શકાય.

દુનિયાભરમાં એપલનો થયો વિરોધ

આઈફોન્સ સ્લો થયા બાદ ફ્રાંસમાં એપલનો મોટો વિરોધ થયો હતો. તેનાં સિવાય દુનિયાનાં ઘણા દેશોમાં એપલની સામે ઘણા કેસો દાખલ થયા છે. આ જ કારણે એપલે તે યુઝર્સને ફ્રી બેટરી રિપ્લેસમેન્ટ કરવાની ઓફર આપવી પડી હતી. જેમની ડિવાઈસ નવા અપડેટ બાદ સ્લો થઈ ગયા હતા.

READ ALSO

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!