GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

iPhone લેવાનો વિચાર હોય તો આ ટાઇમ છે બેસ્ટ, કંપની ધડાધડ ઘટાડી રહી છે કિંમતો

એપલએ આઈફોન 11 સીરીઝને લોન્ચ કરવાની સાથે પોતાના જૂના આઈફોનની કીમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે. એપલએ નવા આઈફોન 11ની પ્રારંભિક કીમત ભારત માટે 64,900 રાખી છે. સાથે જ કંપનીએ આઈફોન 7થી લઈ આઈફોન XSની કીમતોમાં 10થી 30 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાને કારણે ગ્રાહકોને આઈફોન 20,000 જેટલા સસ્તા પડી શકે છે. અનુમાન છે કે આગામી દિવસોમાં શરૂ થનાર ફેસ્ટિવ સીઝનમાં કંપની આઈફોન્સની કીમતો ફરીથી ઘટાડશે.

આઈફોન્સને સસ્તા કરી અને એપલ ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેંટમાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે. એપલની આ યુક્તિથી સેમસંગ અને વનપ્લસને ટક્કર મળી શકે છે. ઉલ્લેખનીય છે કે એપલ ચીન, ભારત સહિત અનેક દેશોમાં કપરા સમયમાંથી પસાર થતી કંપની છે. એક રિસર્ચ અનુસાર 2018માં એપલ આઈફોનની સેલ ઘટી અને 17 લાખ યૂનિટ્સ થઈ ગઈ હતી જે વર્ષ 2017માં 32 લાખ હતી.

આ ઘટાડા બાદ કંપની હવે વેંચાણના આંકડા વધારવા પ્રયત્ન કરી રહી છે. આ વખતે કંપનીએ આઈફોન 11 સાથે નવી સ્ટ્રેટેજી પણ અપનાવી છે. ભારત એપલ માટે વાર્ષિક 2 અરબના ટર્ન ઓવર સાથે સૌથી મોટું માર્કેટ છે. કંપનીના સીઈઓ ટિમ કુકએ અનેકવાર આ વાત પર જોર પણ આપ્યું છે. આ વાતનો ખ્યાલ તેના પરથી આવે કે કંપનીએ અમેરિકાની સરખામણીમાં ભારત માટે પોતાના માર્જિનને ઓછું કર્યું છે.

રિપોર્ટ અનુસાર એપલ ભારતમાં અમેરિકી કીમત પર 28 ટકા પ્રીમિયમ ચાર્જ કરી રહી છે. પહેલા આવું ન હતું. ગત વર્ષે લોન્ચ થયેલા આઈફોન એક્સએસ પર કંપનીએ 48 ટકા પ્રીમિયમ ચાર્જ કર્યું હતું. એપલ પહેલાની સરખામણીમાં ભારતમાં આઈફોન્સનું વેચાણ વધારશે જે સેમસંગ સહિત ભારતની બીજી મોટી કંપનીઓ માટે ટક્કર સમાન હશે.

Read Also

Related posts

સુરતમાં હીરા ઉદ્યોગ ફરી શરૂ કરવો કે કેમ તે અંગે આજે લેવાશે આખરી નિર્ણય

Nilesh Jethva

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આવું કરે તો તૂટી શકે છે સંબંધો, જાણો આ પાંચ રીતો જે તોડી શકે સંબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!