GSTV

એપલ આ વર્ષે લોંચ કરશે નવુ મેકબુક એયર, મળી શકે છે મેગસેફ ચાર્જીંગ

એપલ આ વર્ષે સ્લિમ ડિઝાઈનવાળુ મેકબુક એયર લોન્ચ કરશે. કંપની અનુસાર આ મેકબુક વધારે પાતળુ અને વજનમાં હલ્કુ હશે. તેનો વજન 1.29 કિલોગ્રામ અને જાડાઈ 0.63 ઈંચ હોઈ શકે છે. તેમાં નવા M1પ્રોસેસરનો ઉપયોગ કરાશે. બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર તેને વર્ષના બીજા ભાગમાં લોંચ કરશે તેવી શકયતા દર્શાવી છે. તેમાં મેગસેફ ચાર્જીંગ મળવાની પણ આશા છે.

નવા રીપોર્ટ પ્રમાણે તેમાં 13 ઈંચની સ્ક્રિન મળશે. જેની આસપાસ પાતળા બેઝલનો ઉપયોગ કરાશે. આ વખતેની મેકબુકને કેટલાક વર્ષો સુઘી અપગ્રેડ કરી શકશો.

2021ના મેકબુક ફીચર્સ

  • બ્લૂમબર્ગના રીપોર્ટ અનુસાર 2021 મેકબુક એયર મૉડેલમાં મેગસેફ ચાર્જીંગ ફીચર મળશે. કંપનીએ આ પહેલા પણ 2018માં મોડેલમાં USB ટાઈપ-સી ચાર્જીંગની સુવિધા આપી હતી.
  • નવા મોડેલમાં બે USB 4.0 પોર્ટ મળશે. રિપોર્ટમાં એ પણ કહેવાયુ છે કે તે સૌથી મોંઘી મેકબુક હઈ શકે છે.
  • મેકબુક પ્રોમોડેલમાં SD કાર્ડ સ્લોટ પણ મળી શકે છે. જેનાથઈ વીડિયો એડિટર્સ માટે આસાની થશે. કંપની 2016 સુધીમાં મેકબુક પ્રોના મોડેલમાં SD કાર્ડ સ્લોટ દેતી હતી.
  • રિપોર્ટસમાં એ પણ કહેવાયું છે કે, નવા મેકબુકમાં સેલુલર કનેકટિવીટી અને ફેસ આઈડી જેવા ફીચર્સ નહિ મળે. ફેસ આઈડી ફીચર આપવા માટે કંપનીએ હજુ વધારે કામ કરવું પડશે.
  • રિપોર્ટમાં કહેવાયુ છે કે મેકબુક એયર 15 ઈંચની સ્ક્રીન સાઈઝ સુઘી લોંચ કરી શકે છે. એટલે કે મેકબુકમાં IPS ટેકનોલોજીવાળુ LED-બેકલિટ ડિસ્પ્લે મળી શકે છે.

શું છે મેગસેફ ડુઓ ચાર્જર?

મેગસેફ, આઈફોન 12 સીરીઝનું એક નવુ ફીચર છે. જુના 29 વૉટ USB-C પાવર એડેપ્ટર, મેગસેફ ડુઓ સાથે કામ નથી કરતા. આ એડેપ્ટર, 5B/3A અને 9V/1.67A પાવર રેટીંગ્સનું સમર્થન મથી કરતુ. જયારે તમે મેગસેફ ડુઓને 29 વોટ એડેપ્ટરથી જોડો છો તે આ આઈફોન 12 અને એપલ વોચ બંને ડિવાઈસોમાંથી એક ને જ ચાર્જ કરી શકે છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!