GSTV
Home » News » એક સમયે પેપર વેચનારને 84 કરોડ રૂપિયા મળ્યું બોનસ, દરરોજની કમાણી છે 2.62 કરોડ રૂપિયા

એક સમયે પેપર વેચનારને 84 કરોડ રૂપિયા મળ્યું બોનસ, દરરોજની કમાણી છે 2.62 કરોડ રૂપિયા

આઈફોન બનાવનારી કંપની એપલના સીઈઓ ટિમ કુક પોતાની જવાનીમાં પેપર વેચીને ઘરનો ખર્ચ ચલાવતા હતાં. આ સિવાય તેમણે પોતાની માતાની સાથે ફાર્મસીમાં કામ કર્યુ, પરંતુ તેમની ઈચ્છા વધુ ઉપર જવાની અને મોટા બનવાની હતી. પોતાની આ વિચારધારાની સાથે તેમણે સખત પરિશ્રમ કર્યો અને આજે તેઓ દુનિયાના શાનદાર ટેક કંપની એપલના સીઈઓ છે.

અહીં જણાવવાનું કે આઈફોન કંપની એપલના સીઈઓ ટિમ કુકને 2018માં 84 કરોડ રૂપિયા (1.2 કરોડ ડૉલર)નું બોનસ મળ્યું. આ અત્યાર સુધીનું સૌથી વધુ છે. એપલે મંગળવારે રેગ્યુલેટરી ફાઇલિંગમાં બોનસની રકમ અંગે માહિતી આપી. કુકને 2017માં 65 કરોડ રૂપિયાનુ બોનસ મળ્યું હતું.

દરરોજ કમાય છે 2.62 કરોડ રૂપિયા- 29 સપ્ટેમ્બર 2018ના રોજ સમાપ્ત નાણાંકીય વર્ષમાં કુકને પગાર તરીકે 21 કરોડ રૂપિયા (30 લાખ ડૉલર) મળ્યા હતાં. સાથે જ 847 કરોડ રૂપિયા (12.1 કરોડ ડૉલર)ની વેલ્યૂના શેર મળ્યાં. અન્ય ભથ્થા તરીકે 4.77 કરોડ રૂપિયા (6.82 લાખ ડૉલર) મળ્યાં. આ રીતે તેમની કુલ આવક 956.77 કરોડ રૂપિયા રહીં.

અભ્યાસ કરતી વખતે કર્યુ હતુ પાર્ટ ટાઇમ કામ- ટિમ કુક Auburn Universityમાં અભ્યાસ દરમ્યાન Reynolds Aluminum કંપનીમાં પાર્ટ ટાઇમ કામ કરતા હતાં. આ કામ તેમના અભ્યાસનો ભાગ પણ હતો. કંપનીનો સ્ટાફ ધીરે-ધીરે છોડીને ચાલ્યો ગયો હતો. આ ઘટના બાદ ટિમે કંપનીના પ્રમુખની મદદથી અને તેમની સાથે મળીને કંપનીને આગળ વધારી. તેઓ ઈજનેર બનવા માંગતા હતાં. જેને પગલે તેમણે ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમના એક શિક્ષક તેમને a solid B-plus અથવા A-minus student કહેતા હતાં.

શેરોથી કુકની સૌથી વધારે કમાણી- કુકની કમાણીનો સૌથી મોટો હિસ્સો એપલના શેરોમાંથી આવે છે. તેમને વાર્ષિક ઈન્ક્રીમેન્ટ તરીકે શેર મળે છે. જેની સંખ્યા એસએન્ડપી-500ની કંપનીઓની સરખામણીએ એપલના શેરના પરફોર્મન્સના આધારે નક્કી થાય છે.

ગયા નાણાંકીય વર્ષમાં એપલે 49 ટકા રિટર્ન આપ્યું- ગયા વર્ષે ઓગષ્ટમાં કુકને 5.60 લાખ શેર મળ્યા હતાં. કારણકે એપલના શેરનું પ્રદર્શન એસએન્ડપી-500ની બે-તૃતિયાંશ કંપનીઓથી સારું રહ્યું હતું. ગયા નાણાંકીય વર્ષમાં એપલના શેરે રોકાણકારોને 49 ટકા રિટર્ન આપ્યું. એપલના 4 અન્ય અધિકારીઓને 28 કરોડ રૂપિયા (40 લાખ ડૉલરનું) બોનસ મળ્યું. જેમાંથી દરેકને પગાર અને શેરો સહિત કુલ 185.5 કરોડ રૂપિયા (2.65 કરોડ ડૉલર)ની રકમ મળી.

એપલે ડિસેમ્બરના ત્રણ મહિના માટે રેવન્યૂ અનુમાન ઘટાડ્યું- એપલે ગયા બુધવારે જાહેરાત કરી કે એપલ ઓક્ટોબર-ડિસેમ્બર 2018ના ત્રણ મહિના માટે રેવન્યૂ અનુમાન 5.5 ટકા ઘટી રહ્યું છે. લગભગ 20 વર્ષમાં પ્રથમ વખત આવુ થયું. આઈફોનનુ વેચાણ આશા મુજબ ન રહેવાના કારણથી કંપનીના રેવન્યૂ ગાઇડન્સમાં ઘટાડો આવ્યો. એપલ 29 જાન્યુઆરીમાં ત્રણ મહિનાના પરિણામ જાહેર કરશે. ગાઇડન્સમાં ઘટાડાના કારણે એપલના શેરમાં ગયા ગુરૂવારે 10 ટકા ઘટાડો આવ્યો. જેના ઘટાડાથી કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં 5 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું.

READ ALSO

Related posts

કોહલીએ હવે ટેસ્ટમાં એક સેન્ચુરી વધારે ફટકારી તો રિકી પોન્ટિંગ ભૂતકાળ બની જશે

Mansi Patel

વિરાટ કોહલી જે પુસ્તક વાંચી રહ્યો છે તેના કારણે સોશિયલ મીડિયા પર ધબધબાટી મચી ગઈ છે

Mansi Patel

ઉતર કોરિયાએ ફરી એક વખત મિસાઈલ લોન્ચ કરી અમેરિકાને દોડતુ કરી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!