GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ચીનને Appleનો જબરદસ્ત ઝટકો, આ એક નિર્ણયથી મુશ્કેલીમાં મુકાઇ ગઇ 60,000 ચાઇનીઝ એપ

Apple

ભારત સરકારે તાજેતરમાં જ ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરતાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારે જે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે, તેમાં ટિકટોક, હેલ, કેમસ્કેનર જેવી એપ્સ સામેલ છે. ભારત સરકાર બાદ હવે ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપલે (Apple) ચીનને મોટો ઝટકો આપ્યો છે. એપલે (Apple)ચીનને હજારો એપની એપડેટને સસ્પેન્ડ કરી દીધું છે. એપલે આ નિર્ણય સરકારી લાયસન્સ ન હોવાના કારણે લીધો છે. એક અહેવાલ અનુસાર એપલે જે એપ્સની અપડેટને સસ્પેડન્ડ કરી દીધી છે તેમાં તમામ ગેમિંગ એપ્સ છે.

Appleએ 30 જૂન સુધી આપ્યો હતો સમય

જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં એપલે (Apple) તમામ ગેમ ડેવલપર્સને લાયસન્સ બતાવવા માટે 30 જૂન સુધીનો સમય આપ્યો હતો પરંતુ ડેવલપર્સે કોઇ લાયસન્સ ન બતવતા એપલે (Apple) આ નિર્ણય લીધો છે. હકીકતમાં એપલ (Apple) સ્થાનિક નિયમોનું પાલન કરવા અંગે સરકારી દબાણનો સામનો કરી રહ્યું છે. સરકારના દબાણ બાદ જ એપલે (Apple) તમામ ગેમ ડેવલપર્સ પાસે સરકારી લાયસન્સની માગ કરી હતી.

Appleના એપ સ્ટોરનું સૌથી મોટુ માર્કેટ છે ચીન

એપલના (Apple) એપ સ્ટોરનું ચીનમાં સૌથી મોટુ માર્કેટ છે. ફક્ત ચીનથી જ એપલ એપ સ્ટોરને 16.4 બિલિયન ડોલર્સની કમાણી થાય છે જે ફક્ત ગેમિંગ એપ્સ હોય છે. એપલના એપ સ્ટોર પર તમામ પેઇડ ગેમિંગ એપ્સને ઇન્ટરનેટ કંટેટ પ્રોવાઇડર લાયસન્સની જરૂર હોય છે. ચીનમાં એપ સ્ટોર પર આ નિયમ વર્ષ 2016થી છે. આ લાયસન્સ સરકારી સમીક્ષા બાદ જ મળે છે.

એપલના (Apple) આ નિર્ણયથી 60,000થી વધુ ગેમિંગ એપ્સની અપડેટ સસ્પેન્ડ થઇ ગયું છે. વર્ષ 2010થી લઇને અત્યાર સુધી ફક્ત 43000 ડેવલપર્સે જ લાઇસન્સ જમા કર્યા છે. જો કે તે સ્પષ્ટ નથી કે એપલે આ નિર્ણય હાલ કેમ લીધો છે, જ્યારે વર્ષોથી તેને લાયસન્સ મળતું ન હતુ.

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!