ભારતમાં આઈફોન પર પ્રતિબંધ લદાશે નહીં, સરકારની આગળ ઝૂક્યુ Apple

છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા લાંબા વિવાદ બાદ આખરે ટેકનોલૉજીની દિગ્ગજ કંપની એપલ સરકારની શરતો પર રાજી થઇ ગઇ છે અને આ સાથે હવે ભારતમાં આઈફોન પ્રતિબંધ થશે નહીં. ટ્રાઈના ટૂ નૉટ ડિસ્ટર્બ એપ (DND)ને પોતાના એપ સ્ટોર પર પબ્લિશ કરવા માટે એપલ રાજી થઇ ગઇ છે. હવે ટ્રાઈની DND એપ એપલના એપ સ્ટોર પરથી આઈફોનમાં ડાઉનલોડ કરી શકાશે, જોકે, એક અગ્રગણ્ય વેબસાઈટે ચેક કર્યુ તો એપલ સ્ટોર પર ડીએનડી એપ મળી નથી. ડીએનએનડી એપનો એપ સ્ટોર હોવાનો દાવો VentureBeatની રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

ટ્રાઈ અને એપલની વચ્ચે શું હતો વિવાદ

ખરેખર આ વિવાદ ટ્રાઈની અનિચ્છનિય કૉલ રૉકનારા એપને એપ સ્ટોર પર જગ્યા અપાવવા માટે ચાલી રહ્યો હતો. ટ્રાઈના તમામ પ્રયત્નો છતા એપલે ગ્રાહકોના ડેટાની સુરક્ષાનો હવાલો આપીને તેને પોતાના એપ સ્ટોરમાં જગ્યા આપી રહ્યા નહોતાં. તો થોડા મહિના પહેલા જ સેલ્યુલર ઑપરેટર એસોસિએશન ઑફ ઈન્ડિયા (સીઓએઆઈ)ના મેનેજમેન્ટ નિર્દેશક (એમડી) રાજન મેથ્યૂજે કહ્યું હતું કે જો 6 મહિનામાં કંપની આ એપને સ્થાન આપતી નથી તો ટ્રાઈ ઑપરેટર્સ પર નેટવર્ક પર આઈફોન બંધ કરવાનું દબાણ બની શકે છે.

નવા નિયમથી દબાણમાં સેવા પ્રોવાઈડર્સ

મેથ્યૂજે કહ્યું કે નવા નિયમોથી સેવા પ્રોવાઈડર્સ પર દબાણ રહેશે. તેમણે કહ્યું કે જોકે દૂરસંચાર કંપનીઓ માટે ખર્ચ મોટો મુદ્દો છે, જેના પર વિમર્શ ચાલી રહ્યો છે. ટ્રાઈએ બ્લૉકચેન ટેકનીક અપનાવવાનું કહ્યું છે, જ્યારે કોઈ પણ દૂરસંચાર કંપનીએ અત્યાર સુધી મોંઘી બ્લૉકચેન ટેકનિક અપનાવવા પર સહમતિ આપી નથી.

50 હજારથી 50 લાખ સુધીનો દંડ

ટ્રાઈએ આ મામલે નિયમ નહીં માનનારા સેવા પ્રોવાઈડર્સ પર 1000 રૂપિયાથી લઇને 50,00,000 રૂપિયાના દંડની જોગવાઈ રાખી છે. એવામાં દૂરસંચાર કંપનીઓ માટે એકતરફ કૂવો તો બીજી તરફ ખાઈ છે. આ જ કારણ છે કે બધી દૂરસંચાર સેવા પ્રોવાઈડર્સ કંપનીઓ એક થઇને સીઓએઆઈ દ્વારા વિરોધ નોંધાવી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter