GSTV
Home » News » બળાત્કારની ઘટનાઓના વિરોધમાં દેખાવો : જનઆક્રોશ, ભાજપના સાંસદ અને બે મંત્રીઓને ધક્કે ચડાવ્યા

બળાત્કારની ઘટનાઓના વિરોધમાં દેખાવો : જનઆક્રોશ, ભાજપના સાંસદ અને બે મંત્રીઓને ધક્કે ચડાવ્યા

ઉન્નાવમાં માત્ર 23 વર્ષની એક રેપ પીડિતાને જામીન પર છુટેલા બળાત્કારીઓએ જીવતી સળગાવી દીધી હતી, જેને પગલે દિલ્હીમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં ઉગ્ર દેખાવો શરૂ થઇ ગયા છે. દરમિયાન ભાજપના નેતાઓ અને સાંસદોને હવે લોકો ટલ્લે ચડાવવા લાગ્યા છે.ઉત્તર પ્રદેશના ભાજપના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને કમલ રાની તેમજ ભાજપના સાંસદ સાક્ષી મહારાજને ઉન્નાવ રેપ પીડિતાના ગ્રામજનોએ ઘેરી લીધા હતા અને ટલ્લે ચડાવ્યા હતા. લોકોએ પથૃથરમારો પણ કર્યો હતો. જોકે પોલીસે બાદમાં લોકો વિખેર્યા હતા. જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર એમ વિવિધ રાજ્યોમાં હાલ મહિલા સુરક્ષાને લઇને ભારે દેખાવો થઇ રહ્યા છે.

લોકોમાં ગુસ્સો વધતા દિલ્હીના રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી એક મોટી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા. મહિલાઓ આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાઇ હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં લખનઉથી લઇને અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.

લોકો ગુસ્સામાં છે ત્યારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજ અને મંત્રી મૌર્ય ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનોને મળવા જઇ રહ્યા હતા ત્યારે રેપ પીડિતા જે ગામની છે ત્યાંના લોકોએ મંત્રી અને સાક્ષી મહારાજના કાફલા પર પથૃથરમારો કર્યો હતો સાથે તેમને ટલ્લે ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે પોલીસે લોકોને બાદમાં વીખેર્યા હતા.

બીજી તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને સરકાર વિરૂદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દેખાવોમાં વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા, સપાના નેતા અખિલેશ યાદવ પણ ધરણા પ્રદર્શન કરવા માટે વિધાનસભાની બહાર બેસી ગયા હતા.

આ પરિસિૃથતિ વચ્ચે પોલીસે લોકોને વિરેખવા માટે લાઠીચાર્જ કર્યો હતો. લોકોેએ સવાલ ઉઠાવ્યો હતો કે રેપ પીડિતા અને તેના પરિવારજનોને સુરક્ષા કેમ આપવામાં ન આવી, નરાધમોએ હુમલાની ધમકી આપી હતી તેના થોડા દિવસ બાદ જ પીડિતાને જીવતી સળગાવી દીધી હતી, જેમાં પીડિતાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં મહિલા સુરક્ષા માટે ઉગ્ર દેખાવો શરૂ થઇ ગયા છે.

દિલ્હીના મહિલા કમિશનના ચીફ સ્વાતી માલીવાલે જણાવ્યું હતું કે એક મહિનામાં જ ઉન્નાવ રેપ પીડિતાના હત્યારાઓને ફાંસીએ લટકાવવામાં આવે. ભાજપના વિવિધ કાર્યાલયોની બહાર પણ રાજકીય પક્ષો અને જનતા દ્વારા વિરોધ પ્રદર્શન થયા હતા, જેને વિખેરવા માટે બાદમાં પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

ભારતમાં એન્ટ્રી ન મળી તો પાકિસ્તાન પહોંચી વિવાદાસ્પદ બ્રિટિશ સાંસદ, કરશે PoKની મુલાકાત

Mansi Patel

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!