GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સુરતમાં સ્થિતિ ગંભીર, ધારાસભ્યો કરવા લાગ્યા 15 દિવસના સેલ્ફ લોકડાઉન માટે સુરતીઓને અપીલ

કોરોના

સુરતમાં કોરોનાનું સંક્રમણ અનેકગણું વધી ગયું છે ત્યારે સરકારના આરોગ્ય સચિવ કોરોના અંતિમ ચરણમાં હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ રાજ્ય સરકારના ધારાસભ્યો જ સુરતની સ્થિતિ સારી ન હોવાથી લોકોને ૧૫ દિવસ સેલ્ફ લોક ડાઉન માટે અપીલ કરી રહ્યાં છે. શહેરના કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ તેમના વિસ્તારના કોર્પોરેટરો સાથે લોકોને સેલ્ફ લોકડાઉનની અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા જણાવ્યું કે, હાલ કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે હોસ્પિટલમાં બેડ અને વેન્ટીલેટરની અછત છે. આવી સ્થિતિને ટાળવા માટે 15 દિવસ સેલ્ફ લોક ડાઉનની જરૃર છે, લોકોએ બિનજરૃરી ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.

લોકડાઉન માટે લોકોને અપીલ કરી

શુક્રવારે કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ વિડીયો થકી મસેજ આપ્યો હતો કે, સુરતમાં કોરોનાની સ્થિતિ ઘણી જ ગંભીર હોવાથી લોકોએ બર્થડે શુભેચ્છા આપવા આવવું નહીં, લોકો બિન જરૃરી ઘરની બહાર નહીં નીકળે અને કોરોનાના સંક્રમણથી દુર રહે તે જ ગીફ્ટ છે. અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ સેલ્ફ લોકડાઉન માટે લોકોને અપીલ કરી રહી છે. હાલ સુરતમાં કેટલાક બજારો સોશિયલ ડિસ્ટન્સ વિના જ ચાલી રહ્યાં છે તે બંધ કરવા પણ અપીલ કરાઇ છે.

સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા

સુરત સિટીમાં કોરોનામાં આજે 202 દર્દીઓમાં સૌથી વધુ કતારગામના 52, વરાછા એ 33, વરાછા બી32, સેન્ટ્રલમાં 19, રાંદેર30, લિંબાયતમાં 13, ઉધનામાં 4 અને અઠવાના 19 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં આજ દિન સુધીમા 6,727 પોઝિટીવ કેસમાં 275નાં મોત થયા છે. જયારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 1124 પૈકી 35 વ્યકિતનાં મોત થયા હતા. સુરત શહેર- જીલ્લામાં કુલ 7851 કેસમાં 310 ના મોત થયા છે. સુરત શહેરમાં આજ રોજ વધુ કોરોના સંક્રમિત 132 ઓને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 1427 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં આજે 34 દર્દી સહિત કુલ 527 દર્દીને રજા અપાઇ છે.

READ ALSO

Related posts

અમદાવાદથી સુરત જતી બસ હમણા ચાલુ નહીં થાય, વધુ સાત દિવસ માટે બંધ રહેશે એસ.ટી સેવા

Pravin Makwana

રાજ્યમાં કોરોનાના નવા 1078 નવા કેસ સાથે કુલ સંક્રમણ 67 હજાર નજીક, 50 હજાર જેટલા લોકોએ આપી છે કોરોનાને મ્હાત

Karan

સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવતા સુરતમાં ડી-માર્ટ મોલ કરાયો સીલ, પાલિકા દ્વારા થશે કડક કાર્યવાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!