અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયાં બાદ તેમના વિરૂદ્ધ હાઈકોર્ટમાં અરજી થઈ છે. કોર્ટમાં અરજદારના વકીલે રજૂઆત કરી કે બંને તત્કાલિન ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યા બાદ રાજીનામું આપ્યું હતું, જે સ્વીકારવું જોઈએ નહીં. બંનેને પક્ષાંતરાધારા હેઠળ ગેરલાયક ઠેરવી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માગ કરવામાં આવી છે.

તેમજ બંને નેતાઓને ગેરલાયક ઠેરવી ચૂંટણી લડવા પર રોક મૂકવી જોઈએ તેવી અરજી પણ કરવામાં આવી છે. ત્યારે આ અરજી અંગે કોર્ટે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના વકીલને નિર્દેશ કરી 27 ઓગસ્ટ સુધીમાં પક્ષકારો પોતાનો જવાબ રજૂ કરે તેમ જણાવ્યું છે.
Read Also
- ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય
- 15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો
- ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ
- ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ