આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સે (ICICI Home Finance) બુધવારે માઇક્રો લોન યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ છે અપના ઘર ડ્રીમઝ. કંપનીની આ યોજના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે છે. અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા આવા કામદારો મકાન ખરીદવા માટે 2 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે મકાન ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માંગીએ છીએ.
6 મહિનાના બેંક સ્ટેટમેન્ટના આધારે મળી જશે લોન
ICICI Home Finance ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ અનિરુધ કામાનીએ કહ્યું કે હવે તે દિવસો ગયા, જ્યારે હોમ લોન માટે તમારે કેટલાય ડોક્યુમેન્ટ-દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હતી. પરંતુ અમે ચાલુ કરેલી આ યોજનામાં પાનકાર્ડ, આધારકાર્ડ અને છેલ્લા 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ બતાવ્યા પછી તુરંત જ 5 લાખ રૂપિયા સુધીની લોન મળી રહેશે.

ગ્રાહકની બેંકમાં ઓછામાં ઓછા 1,500 રૂપિયા જેટલું બેલેન્સ હોવું જરૂરી
Apna Ghar Dreamz યોજના હેઠળ લોન મેળવવા માટે, ગ્રાહકની બેંકમાં ઓછામાં ઓછા 1,500 રૂપિયા જેટલું બેલેન્સ હોવું જરૂરી છે. તેના આધારે 5 લાખ રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકાય છે. 5 લાખ રૂપિયાથી વધુ લોન લેવા માટે બેંક એકાઉન્ટમાં 3 હજાર રૂપિયા જેટલું બેલેન્સ હોવું જરૂરી છે.
આ યોજનાનો લાભ કોને મળશે?
બેંકે જણાવ્યું છે કે આ યોજનાનો લાભ સુથારીકામ કરનાર, પ્લમ્બર્સ, ઇલેક્ટ્રિશિયન, ટ્રેઇલર્સ, પેઇન્ટર્સ, મિકેનિક્સ, કમ્પ્યુટર રિપેર કરનારા લોકોને થશે. જેમને આજકાલ લોન લેવામાં મુશ્કેલી પડી રહી છે.
READ ALSO
- અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત
- મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન
- કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!