GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

APMC Actમાં બદલાવ સાથે વધશે આજે ટેકાના ભાવ, કેબિનેટ બેઠક બાદ મોદી સરકાર ખેડૂતોને આપશે મોટી ખુશખબર

ખેડૂતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક ચાલુ છે. ખાનગી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે ડાંગર, કપાસ અને મકાઈ સહિતના ટેકાના ભાવ ( ન્યૂનતમ સપોર્ટ ભાવ – એમએસપી) ને મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેબિનેટ MSMEના કદની સાથે ક્ષમતા વધારવા માટે એક ચોક્કસ ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે. આ માટે સરકાર રૂ. 50,000 કરોડની ઈક્વિટી દઈ શકે છે. ફંડઓફ ફંડ્સની સ્થાપના 10 ,000 કરોડ રૂપિયા સાથે કરવામાં આવશે. એગ્રિકલ્ચર ક્ષેત્રમાં સુધારાઓ માટે પણ થઈ શકે છે. કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે ખુશખબર લઈને આવે તેવી હાલમાં પૂરી સંભાવના છે. ટેકાના ભાવ તેમજ નિયમોમાં સુધારાવધારા જોવાઈ શકે છે.

પગાર

એમએસએમઇમાં 50,000 કરોડ રૂપિયાની ઇક્વિટી ઊભી કરશે

ગયા મહિને નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકારે ફંડ્સ ઓફ ફંડ્સ દ્વારા એમએસએમઇમાં 50,000 કરોડ રૂપિયાની ઇક્વિટી ઊભી કરશે. આનાથી એમએસએમઇના કદ અને ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરશે. એમએસએમઇની વ્યાખ્યા આપવા માટે રોકાણની મર્યાદા પણ 25 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. એગ્રિકલ્ચર સેક્ટરને લઈને એક મોટો સુધારો જોવા મળી શકે છે. સરકાર કૃષિ પેદાશ માર્કેટીંગ કમિટી એક્ટ (APMC Act) ની જગ્યાએ એક નવો જ કાયદો લાવી શકે છે અને કેબિનેટ આ નવા કાયદાને વટહુકમ દ્વારા અમલમાં મૂકવાનો નિર્ણય લઈ શકે છે.

ખેડૂતોને પોતાનો માલ વેચવા મળી શકે છે છૂટછાટ

નવા કાયદામાં બે વિશેષ મુદ્દાઓ હશે. પ્રથમ- ખેડૂતો માટે અત્યાર સુધી પોતાનો માલ મંડીમાં જ વેચવો ફરજિયાત હતો. મંડીથી રજિસ્ટર્ડ ડિલર માટે. હવે તે બાધા દૂર કરી દેવામાં આવશે. હવે ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં અને જેને ઈચ્છે તેને પોતાની વસતુ વેચી શકે છે. બીજો મોટો ફેરફાર એ થશે કે ખેડૂતોને હજી એક રાજ્યથી બીજા રાજ્યમાં માલ વેચવાની છૂટ નહોતી. હવે ખેડૂતો ઈચ્છે તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને પોતાનું અનાજ વેચી શકે છે. જેથી તેઓને તેમની ઉપજના સારા ભાવ મળી શકે.

farmer

સીએસીપીની ભલામણો બાદ લેવાતો હોય છે નિર્ણય

કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે ખેડૂતોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ખરીફ પાકની ખરીદી માટે કેન્દ્ર સરકાર (MSP) એમએસપીમાં વધારો કરી શકે છે. દર વર્ષે વિવિધ પાકના ભાવની ભલામણ કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઈસિઝ (સીએસીપી) દ્વારા કરવામાં આવે છે. સીએપીસીએ 17 ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવાની ભલામણ કરી હતી. જેમાં મુખ્ય પાક ધાન્યપાક – ડાંગર છે. સીએસીપીએ ડાંગર ગ્રેડ એની એમએસપી 2.9 ટકા વધારીને રૂ. 1888 પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. જો સીએપીસીની ભલામણ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવશે તો ડાંગરના એમએસપીમાં રૂ. 53 પ્રતિ ક્વિન્ટલનો વધારો થઈ જશે. બીજી બાજુ, સામાન્ય ધાનની એમએસપીને રૂપિયા 1815થી વધારીને 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની ભલામણ કરી છે. કપાસની એમએસપીમાં 260 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારવા ભલામણ કરી છે. જો કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના એમએસપીને મંજૂરી મળી જશે તો કોરોના સમયગાળામાં ખેડૂતોને મોટી રાહત મળશે. શુગર સેક્ટરમાં રાહત પેકેજ આપવાનો પ્રસ્તાવ કેબિનેટના એજન્ડામાં શામેલ નથી. જો બેઠક દરમિયાન પ્રસ્તાવ પાસ થઈ જાય તો અલગ વાત છે.

Read Also

Related posts

EPFમાંથી ફક્ત 72 કલાકમાં જ ઉપાડી શકશો તમારા પૈસા, જાણી લો કંઈ રીતે?

Mansi Patel

સન્ડે સ્પેશિયલમાં બનાવો ઘરના બધા વ્યક્તિની પસંદીદા ‘બ્રાઉની મિલ્ક શેક’

Ankita Trada

ચીનના સુપર સ્ટાર બેડમિન્ટન ખેલાડી લિન ડેને નિવૃત્તિ જાહેર કરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!