GSTV
India ટોપ સ્ટોરી

પાકિસ્તાની વિદેશ પ્રધાને હુર્રિયતના આ નેતાને કર્યો ફોન, ભારતીય વિદેશ મંત્રાલય નારજ

ભારતીય વિદેશ મંત્રાલયે હુર્રિયતના નેતાને પાકિસ્તાની વિદેશ પ્રધાન તરફથી આવેલા ફોનને લઈને નારજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ હુર્રિયત કોન્ફ્રેંસ નેતા મીરવાઈઝ ઉમર ફારૂક સાથે ટેલીફોન પર વાતચીત થઈ હતી. આ અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત સોલેહ મહેમૂદને તાબડતોબ બોલાવ્યા.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સોહેલને કહેવાયું છે કે પાકિસ્તાની વિદેશ પ્રધાનનું આ પગલું ભારતની એકતાને નુકસાન પહોંચાડવાની અને સંપ્રભુતા તથા ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કરવાનો શરમજનક પ્રયાસ છે. વિજય ગોખલેએ કહ્યું કે પાકિસ્તાનની આ હરકત આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડયેલા તમામ માનકોનું ઉલ્લંઘન કરે છે.

પાકિસ્તાના પ્રધાનનું હુર્રિયત નેતાને ફોન કરવો તે પડોશી દેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવા સમાન છે. તેમણે એમ પણ કહ્યું કે આમ કરીને પાકિસ્તાને સાબિત કર્યું છે કે તે આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલા તત્વોને નિયંત્રિત અને પ્રોત્સાહિત કરે છે.  

Related posts

ભાજપે સરકાર રચવા શરૂ કરી કવાયત / ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદના લઈ શકે છે શપથ, શિંદેને ડે.સીએમ બનાવવાની સંભાવના

Hardik Hingu

Breaking / CM ભૂપેન્દ્ર પટેલ પછી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી

Zainul Ansari

તીસ્તા સીતલવાડની ધરપકડને લઈ UNએ આપ્યું નિવેદન, ભારતે આપ્યો સણસણતો જવાબ

Zainul Ansari
GSTV