GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રામાયણ જ નહી આ ફેમસ સિરિયલો પણ ફરી થશે પ્રસારિત, જુઓ તમારી ફેવરાઈટ ક્યારે આવશે

રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શને હાલમાં જ તેનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ ફરીથી પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. તે જ તર્જ પર, કલર્સ નવા સમયના સ્લોટમાં તેના સૌથી પ્રખ્યાત પ્રોગ્રામ્સ પણ દર્શકો સમક્ષ રજૂ કરશે. આ પગલું તેમણે કોરોનાને કારણે ઘરમાં પુરાયેલાં તેમનાં દર્શકોને પોતાની ચેનલ તરફ આકર્ષવા માટે ભર્યુ છે.

ચેનલ પાસેથી મળેલી માહિતી મુજબ, જે સમયે ગયા દિવસોમાં શોનાં રિપીટ ટેલિકાસ્ટ થતાં હતા, હવે તેની જગ્યાએ જૂના બંધ થઈ ચૂકેલાં શો ‘બેલન વાલી બહુ’, ‘ભાગ બકુલ ભાગ’ અને ‘દિલ સે દિલ તક’ દર્શકોનું મનોરંજન કરશે. સાંજે પાંચથી છ વાગ્યા સુધી કોમેડી શો ‘બેલન વાલી બહુ’ અને ‘ભાગ બકુલ ભાગ’ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

બિગબોસમાં પોતાની લડાઈ અને ઝઘડાથી હાહાકાર મચાવી ચૂકેલાં અભિનેતા સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની લવ સ્ટોરી ‘દિલ સે દિલ તક’ સાંજે 6 વાગ્યે બતાવવામાં આવશે. ત્યારબાદનાં દરેક કાર્યક્રમ વિદ્યા, છોટી સરદારની, શક્તિ – અસ્તિત્વ કે અહેસાસ કી, બેરિસ્ટર બાબુ, શુભારંભ અને નાટી પિંકીકી લંબી લવ સ્ટોરીનું પ્રસારણ તેના જૂના સમયમાં કરવામાં આવશે. રિયાલિટી શો બિગ બોસની 13 મી સીઝન છેવટે રાત્રે 10 વાગ્યે પ્રસારિત થશે.

વાયકોમ 18 હિન્દી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશ આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં લાગુ લોકડાઉનમાં દર્શકોને રાહત આપવા માટે, અમે અમારા પ્રેક્ષકોને કોમેડી, ડ્રામા, રોમાંસ વગેરેની શ્રેણીમાં શ્રેષ્ઠ સામગ્રી પ્રસ્તુત કરવા માંગીએ છીએ જેથી તેઓ રોગચાળાને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહેલા લોકોના ભાગીદાર થઈ શકે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!