GSTV
Home » News » વાયનાડમાં ગાંધી ગાંધી થઈ ગયું, રાહુલ ગાંધી સામે બીજા ત્રણ ગાંધી મેદાને ઉતરશે

વાયનાડમાં ગાંધી ગાંધી થઈ ગયું, રાહુલ ગાંધી સામે બીજા ત્રણ ગાંધી મેદાને ઉતરશે

papu

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી આ વખતે લોકસભાની ચૂંટણી લડવાનાં છે. વાયનાડ બેઠકને કોંગ્રેસના ગઢ તરીકે જોવામાં આવે છે. પરંતુ અહીં માત્ર રાહુલ ગાંધી એક જ ગાંધી ચૂંટણી નતી લડવાનાં. આ ઉપરાંત એવા ત્રણ નેતાઓ છે કે જેમની નામ પાછળ ગાંધી છે, જેઓ આ વખતે રાહુલ સામે લડશે.

કે.ઈ. રાહુલ ગાંધી, કે રાઘુલ ગાંધી અને કે.એમ. શિવપ્રસાદ ગાંધી. આ ત્રણ નામ આ વખતે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવાનાં છે. 33 વર્ષીય કે.ઈ. રાહુલ ગાંધી કોટ્ટયમના નિવાસી છે. અગિલા ઇન્ડિયા મક્કલ કાજગમ પાર્ટીના ઉમેદવાર કે રાઘુલ ગાંધી કોઈમ્બતુરમાં રહે છે. ત્રિસુરમાં રહેતા કે. એસ. શિવપ્રસાદ ગાંધી એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

ચૂંટણી પંચના અભિપ્રાય અનુસાર કે.ઇ રાહુલ ગાંધી સામાજિક કાર્યકર છે. તેમણે એમ ફિલનો અભ્યાસ કર્યો છે. કે રાઘુલ એક રિપોર્ટર છે અને તેની પત્ની ડેન્ટલ ટેક્નિશિયન છે. તો વળી કે એમ શિવપ્રસાદ ગાંધી ત્યાં એક સંસ્કૃત શિક્ષક છે. કેરળના 20 મતવિસ્તારમાં એક જ તબક્કામાં ચૂંટણીઓ યોજવામાં આવશે અને 23 એપ્રિલે મતદાગ કરવામાં આવશે.

READ ALSO

Related posts

એક બેઠક જીતવા માટે મારા પર લગાવવામાં આવેલા આરોપો ‘ગંભીર’

Mayur

ગૌમાંસની અફવામાં 3 મુસ્લિમોને માર્યા ગૌરક્ષકોએ, જબરજસ્તી બોલાવડાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

NIsha Patel

વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં જ અફઘાનિસ્તાને બરાબરનું ધોયું પાકિસ્તાનને

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!