દિલ્હી-એનસીઆરમાં કોરોનાનો પ્રકોપ સતત વધતો જાય છે. ત્યારે આ મહામારી પર કાબી મેળવવા માટે સરકાર તમામ હર સંભવ પ્રયાસો કરી રહી છે. તેમ છતાં પણ કોરોના કાબૂમાં આવવાનો નામ નથી લેતો. દિલ્હીના ઉપરાજ્યપાલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના કાબૂમાં લાવવા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ અંતર્ગત હવે અહીં કોરોનાના માપદંડો અને સામાજિક અંતરના નિયમો તોડનારા લોકો પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાનું નક્કી કર્યુ છે. આ સાથે જ માસ્ક ન પહેરવા અને સાર્વજનિક સ્થળોએ પાન, ગુટખા ખાવા પર 2000 રૂપિયાનો દંડ ફટકારવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને કેજરીવાલ સરકારે આ નિયંત્રણ માટે પ્રભાવી ઉપાય અપનાવવાનો નિર્ણય કર્યો છે. હકીકતમાં એક દિવસ પહેલા દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હીમાં માસ્ક ન પહેરનારા લોકોને 2000 રૂપિયાનો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે. જેના પર રાજ્યપાલે મોહર લગાવી દીધી છે. અત્યાર સુધી આ દંડમાં 500 રૂપિયા સુધી વસૂલવામાં આવતા હતા.

READ ALSO
- કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !
- RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે
- જંગલમાં બે ટાઈગરો વચ્ચે થઈ જોરદાર લડાઈ, વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
- ભરૂચ/ જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા
- 84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન