GSTV
Home » News » કોહલી સિવાય આ ખેલાડી પણ નથી ખાતા ‘નૉન વેજ’, આ છે યાદી

કોહલી સિવાય આ ખેલાડી પણ નથી ખાતા ‘નૉન વેજ’, આ છે યાદી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હવે માસાહારી થી શાકાહારી બની ગયા છે. કોહલીએ ચાર મહિના પહેલા એનિમલ પ્રોટીન લેવાનું બંધ કર્યુ હતું. કોહલીએ વીગન ડાયટ શરૂ કર્યુ છે. એટલેકે ફક્ત માંસ, માછલી, ઈંડા નહીં તેમણે દરેક એવી ચીજવસ્તુ ખાવાની બંધ કરી દીધી છે, જે એનિમલ પ્રોડક્ટથી બને છે. પરંતુ કોહલી સિવાય પણ એવા ખેલાડી છે, જે નૉન-વેજ ખાતા નથી.

ઈશાન્ત શર્મા

ઝડપી બોલર ઈશાન્ત શર્મા વેજ ભોજન લે છે. તેઓ પોતાની ફિટનેસ અને તાકાત સાબિત કરવા માટે નૉન વેજનો આધાર લેતા નથી. ઈશાન્ત કોચની સલાહ પર ફક્ત શાકાહારી ભોજનનું જ સેવન કરે છે.

સુરેશ રૈના

સુરેશ રૈનાને ભારતીય ટીમનો સૌથી મહત્વનો ફીલ્ડર મનાય છે. ઉલ્લેખનીય છે કે રૈના પોતાને ફિટ રાખવા માટે નૉન વેજનું બિલકુલ સેવન કરતા નથી.

અજિંક્ય રહાણે

રહાણે વેજીટેરિયન આહાર જ લે છે. જ્યારે તેઓ એક બેટ્સમેન તરીકે પોતાને ઘણાં તંદુરસ્ત રાખે છે. જોકે, મોટા પ્રમાણમાં રહાણે ગ્રીન સલાડ લે છે તેથી તેઓ હંમેશાં તંદુરસ્ત રહે છે.

સુશીલ કુમાર

તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલવાન સૂશીલ કુમાર સંપૂર્ણ રીતે શાકાહારી છે. ઓલમ્પિક પદક વિજેતા સુશીલ કુમારનું અખાડામાં કોઈ સ્વામી નથી. જાણીને આશ્ચર્ય થશે કે સુશીલ કુમાર શુદ્ધ શાકાહારી છે. એટલુ જ નહીં, આ ખેલાડી નશાથી ઘણાં દૂર રહે છે.

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!