GSTV

માત્ર કાશ્મીર જ નહીં, સળગતા આ પાંચ મુદ્દા ભારત-પાક. વચ્ચે તણાવનું મુખ્ય કારણ

Last Updated on March 4, 2019 by

કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર આવેલા બાંદીપોરા વિસ્તારમાં પેરામિલીટ્રી  ફોર્સનાં કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહિદ થયા હતાં. ત્યારબાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતી હતી. જો કે આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય હવાઈ સેનાએ પાક.નાં બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. જો કે પાકિસ્તાને પણ વળતા જવાબમાં પોતાનાં વિમાનો મોકલીને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ત્યાર પછીની સ્થિતી થી આપણે સૌ વાકેફ છે.

સામાન્ય રીતે જનમાનસમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે  કાશ્મીર વિવાદને કારણે પાક.-ભારત વચ્ચે તણાવ ચાલતો રહે છે. જો કે હકિતતે કાશ્મીર સિવાય અનેક એવા મુદ્દા છે . જે ભારત અને પાકિસ્તાન વચ્ચે બબાલનો  મુખ્ય મુદ્દો છે. રાજકિય અને ઐતિહાસિક કારણોસર ભારત અને પાકિસ્તાનનાં સંબંધો હંમેશા વિવાદમાં રહ્યા છે.  આ બન્ને દેશનાં સંબંધોમાં પડેલી તિરાડનું મૂળ કારણ દેશનું વિભાજન માનવામાં આવે છે. જો કે કાશ્મીર સિવાય અનેક મુદ્દા એવા છે જેને કારણે બન્ને દેશનાં સંબંધોમાં ખટાશ છે. આવો જાણીએ શું છે તે મુદ્દા જે બન્ને દેશ વચ્ચે ઘી હોમવાનું કામ કરે છે.

સિયાચીન વિવાદ

વર્ષ 1972માં શિમલા સમજુતી અંતર્ગત સિયાચીનનાં વિસ્તારોને નિર્જન અને બિનઉપજાઉ સમજવામાં આવ્યા હતાં. એટલે કે આ વિસ્તારો રહેવા લાયક નથી. આ સમજુતી હેઠળ બન્ને દેશ વચ્ચે સીમા નિર્ધારણ થયું ન હતું.

આ કરારમાં એ વાતનો ઉલ્લેખ ન હતો કે બન્ને દેશની સીમા સિયાચીનમાં ક્યાં હશે?  ત્યારબાદ આ વિસ્તારમાં પાકિસ્તાને પોતાનો દાવો રજુ કર્યો. આ ગ્લેશિયરનાં ઉપરનાં ભાગ પર ભારત અને નીચલા ભાગ પર પાકિસ્તાનનો કબ્જો છે.

મહત્વનું છે કે 1984માં પાકિસ્તાન સિયાચીન પર કબ્જો કરવાની તૈયારીમાં હતું. જો કે સમયસર માહિતી મળતા ભારતીય સૈન્યએ ઓપરેશન મેઘદૂત લોન્ચ કર્યુ. 13 એપ્રિલ 1984માં સિયાચીનમાં ગ્લેશિયર પર ભારતે કબ્જો કર્યો. આ પહેલા આ વિસ્તારમાં માત્ર પર્વતારોહી આવતા હતાં.

સિંધુ જળ સમજુતી

ભારતસ 1947માં આઝાદ થયું અને આઝાદી બાદ પાણી મામલે વિવાદ શરૂ થયો. 1948માં ભારતે પાણી પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું હતું. ત્યારબાદ એક સમજુતી કરવામાં આવી જે હેઠળ પાણીનું વિતરણ ફરી ચાલુ કરાયું. 1960માં થયેલી સિંધુ જળ સમજુતી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દાને લઈને વિવાદ છે.

આ સમજુતી હેઠળ 6 નદીઓનાં પાણીની વહેંચણી શરૂ થઈ. ભારતથી પાકિસ્તાન જતી ત્રણ પૂર્વીય નદીઓ(રાવી,બિયાસ અને સતલુજ)નાં પાણઈ પર ભારતનો સંપુર્ણ હક આપવામાં આવ્યો. અન્ય ત્રણ પશ્ચિમી નદીઓ પર(ઝેલમ,ચિનાબ અને સિંધુ)નાં વહેણને કોઈ પણ બાંધછોડ વિના પાકિસ્તાનને આપવામાં આવ્યું. સંધિમાં નક્કી થયેલા માપદંડ પ્રમાણે ભારતમાં પશ્ચિમી નદીઓનાં પાણીનો ઉપયોગ કર શકે.

સિરક્રિક વિવાદ

સિરક્રિક મામલે 1960નાં દશકામાં વિવાદે જન્મ લીધો. સિરક્રિક વિવાદ એટલે 60 કિમી લાંબી કાદવ-કિચડ વાળી જમીનનો વિવાદ છે. જે જમીન ભારતીય રાજ્ય ગુજરાત અને  પાકિસ્તાનનાં રાજ્ય સિંધ વચ્ચે આવેલી છે. સિરક્રિક જમીન પાણીનાં ધોવાણમાંથી બની છે, અને જુવાર ભાટાની ભરતીને લીધે તે નક્કી કરવું મુશ્કેલ છે કે આ જમીનનાં કેટલા ભાગમાં પાણી રહેશે અને કેટલામાં નહિ રહે.

આઝાદી પછી જ્યારે ભારતનાં ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાને સિરક્રિક ખાડી પર પોતાનો હક હોવાનો દાવો ઠોક્યો.  આ મામલે ભારતે એક પ્રસ્તાવ રજુ કર્યો. જે અંતર્ગત કચ્છના એક ખૂણાથી બીજી ખૂણા તરફ સીધી રેખા ખેંચી અને કહ્યું કે તે રેખાને સીમા તરીકે ગણવામાં આવે છે. પાકિસ્તાને આ પ્રસ્તાવ ઠુકરાવી દિધો, કેમ કે આ કરાર અંતર્ગત જમીનનો 90 ટકા ભાગ ભારતનાં ભાગમાં આવે છે.

આતંકવાદ

સમગ્ર દુનિયામાં ક્યાય પણ આતંકી હુમલો થાય છે તો ક્યાંક ને ક્યાંક તેનો સંબંધ પાકિસ્તાન સાથે હોય છે. અમેરિકા,પેરિસ કે પછી પુલવામા દરેક આતંકી ઘટનામાં પાકિસ્તાનનો હાથ હોય તેવું લાગે છે. પાકિસ્તાનનાં મંત્રી પણ ખુદ એ વાત કબુલ કરી ચુક્યા છે. કે તેમને ત્યાં આતકી સંગઠનો સક્રિય છે. તેવામાં ભારત સહિત અન્ય દેશો પાકિસ્તાન આશ્રીત આતંકવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદ એ મુખ્ય સમસ્યા છે જેને કારણે પાક સાથે વિવાદ વર્ષો જુનો છે. ક્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકને આશરો આપશે.

દાઉદ ઇબ્રાહિમ

ભારતનો નંબર વન દુશ્મન દાઉદ ઇબ્રાહિમ 1993નાં મુંબઈ બ્લાસ્ટ પછી મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભારતે અનેક વખત દાઉદ ઇબ્રાહિમનાં પાક.સ્થિત રહેઠાણનાં સરનામા સાર્વજનિક કર્યા છે.પાછલા વર્ષે જ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પુરાવા રજુ કર્યા હતાં કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં રહે છે. તેમજ પાકિસ્તાન તેને સંરક્ષણ આપે છે.

મહત્વનું છે કે ભારતનાં મોસ્ટ વોન્ટેડ ગુનેગાર 1993નાં મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી છે. મુંબઈ હુમલામાં  અંદાજીત 260 લોકોનાં મૃત્યુ થયા હતાં. લગભગ 24 વર્ષ પહેલા ભારતમાંથી ફરાર થઈને દાઉદ પાકિસ્તાનમાં રહિને અંડરવર્લ્ડનું પોતાનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. જો કે પાકિસ્તાન સતત આ વાતનો ઇન્કાર કરી રહ્યુ છે કે દાઉદ પાકિસ્તાનમાં છે.

READ ALSO

Related posts

કળયુગી પત્ની / પ્રેમ સંબંધમાં અવરોધ બનેલા પતિની પત્નીએ કરાવી હત્યા, આંસુ વહાવવાની જગ્યાએ મૃતદેહનો ઉતાર્યો વીડિયો

Zainul Ansari

સાચવજો! BIG BREAKING: કર્ણાટકમાં ઓમિક્રોની દસ્તક વચ્ચે ચિક્કમગલુરુમાં 69 વિદ્યાર્થી-શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 7 દિવસ સુધી સ્કૂલ સીલ

pratik shah

જાણવા જેવું / એરોપ્લેનના પાઈલટ અને કો-પાઈલટને કેમ આપવામાં આવે છે અલગ-અલગ ફૂડ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!