બોલિવૂડના એક્ટર અપારશક્તિ ખુરાનાએ પોતાની એવી ઈચ્છા જાહેર કરી જેનાથી ટાઈગર શ્રોફના ફેન્સને ફરી ગુસ્સો આવી ગયો છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં ખુરાનાને પૂછવામાં આવ્યું કે, તે કઈ એક્ટ્રેસ સાથે ઈન્ટિમેટ સીન કરવાની ઈચ્છા રાખે છે તો તેણે દિશા પટની સાથે ઈન્ટિમેટ સીનની વાત કરી હતી.

એ ઉપરાંત પણ તેને બોલિવૂડની કઈ એક્ટ્રેસ સાથે તે ડેટ કરવા ઈચ્છે છે તેનો પણ સવાલ કરવામાં આવ્યો. તો અપારશક્તિએ કેટરિના અને આલિયા બે ઓપ્શન આપ્યા હતા. પછી તેણે કેટરિના સાથે ના કહીને આલિયા સાથે ડેટ કરવાની વાત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો તેને કોઈ હીરોને ડેટ કરવો હોય તો તે કોને પસંદ કરશે, તો તેના જવાબમાં કહ્યું, શાહિદની ડ્રેસિંગ સ્ટાઈલ મને પસંદ છે. મને તેની સ્ટાઈલ પણ બહુ ગમે છે.

શાહિદની બોડી લેન્ગવેજ પણ ઘણી સારી છે. અપારશક્તિએ આ ઈન્ટરવ્યૂમાં ભાઈ આયુષ્માન સાથે તુલનાની પણ વાત કરી. તેણે કહ્યું કે, મને નથી લાગતું કે હું તેમની સરખામણી કરી શકું અને અમારા બંને વચ્ચે કોઈ કમ્પેરિઝન પણ નથી. લોકો કહે છે કે અમે બંને સરખાં દેખાઈએ છીએ, તો હા સાચું છે, કેમકે અમે બંને ભાઈઓ છીએ, અને મને લાગે છે કે આયુષ્માન ગુડ લુકિંગ છે.

જો લોકોને મારો અવાજ પણ આયુષ્માન જેવો લાગે છે તો મને લાગે છે કે તેનો અવાજ વધુ સારો છે. ફિલ્મોમાં રોલની વાત કરતાં અપારે કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે મારા કરિયરને શરૂ કરવા માટે આયુષ્માને કોઈ મદદ નથી કરી. આજકાલ બધા હીરો બનવા માગે છે.

હું પોતે આ વાત તૈયાર થઈ ગયો છું કે બધા હીરો બનવા માગે છે, તો કોઈકે તો હીરોનો ફ્રેન્ડ બનવું પડશે અને મને હીરોના ફ્રેન્ડ બનવામાં કોઈ વાંધો નથી. અપારશક્તિએ સ્ત્રી ફિલ્મમાં રાજકુમાર રાવના મિત્રનો રોલ કર્યો હતો. આ રોલ ઘણો વખાણાયો હતો.
Read Also
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- Grahan 2024: વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ