GSTV
Gujarat Government Advertisement

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં થયા સામેલ

Last Updated on June 25, 2019 by Mayur Vora

ઓડિશાના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં સામેલ થયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. સારંગી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. આઈએએસ અપરાજિતા સારંગીના વીઆરએસને વડાપ્રધાન કાર્યાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સારંગી દ્વારા ટ્વિટર પર આના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રો મુજબ 1994ની ઓડિશા કેડરના આઈએએસ અધિકારી સારંગી 2013થી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હતા. સારંગીના ઓડિશા પાછા જવાની ઓક્ટોબરથી અટકળો ચાલી રહી હતી. તેમણે સપ્ટેમ્બરમાં વીઆરએસ માટેની અરજી કરી હતી.

અપરાજિતા સારંગીએ ઓગસ્ટમાં મનરેગાના સંયુક્ત સચિવ તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. તેઓ 2006થી 2009 સુધી બીએમસીના કમિશનર પણ રહી ચુક્યા છે. આ સિવાય તેઓ સ્કૂલ એન્ડ માસ એજ્યુકેશન વિભાગના સચિવ, પંચાયતી રાજ વિભાગના ડાયરેક્ટર, ઉચ્ચ શિક્ષણના વિભાગના સચિવ અને કપડા તથા હેન્ડલૂમ વિભાગના સચિવ પદે પણ કામગીરી કરી ચુક્યા છે.

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!