GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

આંધ્રપ્રદેશનાં વિઝાગ ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધમાકાના પ્રચંડ અવાજો દુર દુર સુધી સંભળાયા

આંધ્ર પ્રદેશના વિઝાગ જિલ્લામાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે આગ લાગવાની સાથે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ધમાકાના પ્રચંડ અવાજો પણ સંભળાયા હતા. સાથે જ કેટલાક લોકો આગમાં સળગીને મરી ગયા હોવાની આશંકા છે પરંતુ હજુ સુધી કોઈના મૃત્યુના સમાચાર સામે નથી આવ્યા.

આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ધમાકાના પ્રચંડ અવાજો પણ સંભળાયા

દુર્ઘટનાના સમાચાર મળતા જ અગ્નિશામક દળની 12થી વધારે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને ગાજાવુકા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ પણ ફેક્ટરીના અનેક યુનિટ્સમાં આગ ભભૂકી રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અગ્નિશામક દળ સિવાય પોલીસની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બને તેટલું જલ્દીથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. દૂરથી જ આકાશને અડતી આગની લપેટોને જોઈને દુર્ઘટનાની ગંભીરતા સમજી શકાય છે.

આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામક દળની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશામક દળની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્ફોટ, આગ જોવા માટે સ્થાનિક લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ડીસીપીના કહેવા પ્રમાણે ઘટના સમયે માત્ર ચાર લોકો જ યુનિટમાં ઉપસ્થિત હતા અને તેઓ સલામત રીતે બહાર આવી ગયા છે. ફાયર ટેન્ડર આગને કાબુમાં લેવા પ્રયત્ન કરી રહ્યા છે અને સદનસીબે હજુ સુધી કોઈએ પોતાનો જીવ નથી ગુમાવ્યો. અગ્નિશામક દળના કર્મચારીઓની સાથે સ્થાનિક સત્તાધીશો, એસીપી, ડીસીપી વગેરે પણ ત્યાં પહોંચી ગયા છે અને તમામ સંભવત: મદદ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.

ડીસીપીએ દુર્ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું

ડીસીપીએ દુર્ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે, એક રિએક્ટરમાંથી આગની લપેટો ઉઠી હતી અને બધી જગ્યાએ ફેલાઈ ગઈ હતી. દુર્ઘટના સમયે યુનિટમાં માત્ર ચાર લોકો જ ઉપસ્થિત હતા અને તેઓ પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. વિશાખાપટ્ટનમના સીપી આરકે મીણા આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે અને આગને કાબુમાં લેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આગને કાબુમાં લેવા સતત પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ કેમિકલ્સના કારણે આગ સમગ્ર પ્લાન્ટમાં ફેલાઈ ગઈ છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!