મોદી સાહેબનો ઉપયોગ કરવાનું કોઈ આ માણસ પાસેથી શીખે, 2 હજાર લોકો અને 3 કરોડ રૂપિયાનો મામલો

જો તમે એમ માનતા હોય કે પીએમ મોદીના ફોટોગ્રાફનો ઉપયોગ માત્ર જીયોનાં પ્રચાર માટે જ થાય છે, તો તમે ખોટા છો. એ તો હજી પણ ઘણી મોટી અને સફળ કંપની છે. પરંતુ બનાવટી લોકો, નકલી કામ અને નકલી કંપનીઓ પીએમના ફોટોગ્રાફ્સ મૂકીને લોકોને લૂંટી લે છે. દિલ્હી પોલીસે રાજેન્દ્ર કુમાર ત્રિપાઠી નામના એક માણસની ધરપકડ કરી છે. તેણે વડાપ્રધાનની હાઉસીંગ સ્કીમના નામે નકલી કંપની ખોલી હતી. નેહરુ પ્લેસમાં ઓફિસ ખોલી વેબસાઇટ બનાવી તેમાં મોદીનો ફોટો રાખી દીધો. અને લગભગ 2 હજાર લોકોને 3 કરોડનો ચૂનો લગાવી દીધો.

સંપૂર્ણ કેસ કંઈક આ રીતે છે. ક્રાઇમ બ્રાંચના ડીસીપી ભીષ્માસિંહના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્ર ફરિદાબાદનો નિવાસી છે. અને મૂળરૂપે ગોરખપુરનો છે. પહેલા તે એલઆઈસીના નામથી એક એનજીઓ ખોલીને કામ કરતો હતો અને એમાં ગ્રામીણ સ્ત્રીઓને ઠગી હતી. વિવિધ યોજનાઓનાં નામ આપીને ઠગતો હતો. બીજી તરફ આ બાબત પકડાઈ ગઈ તો તેને નવા સ્તરે લઈ ગયો. પછી ભાઈને દેખાણી પ્રધાનમંત્રી આવાસ યોજનાં. નેહરુ પ્લેસમાં નેશનલ હાઉસિંગ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના નામથી એક ઑફિસ ખોલી. આ જ નામની વેબસાઇટ બનાવીને એમાં પી.એમ. મોદીની ફોટોગ્રાફ લગાવી દીધો.

લોકો ઘર મેળવવા માટે કેટલા ઉત્તેજિત હોય એ તો તમે જાણો જ છો. ખાસ કરીને લોકો ઓછા પૈસા જોઈને લાલચમા આવીને તેમના ગોટાળામાં ફસાઈ જાય છે. આ લોભનો લાભ લઈને 57 વર્ષીય રાજેન્દ્રએ ઘણાને છેતર્યા છે. અને હવે પકડાઈ ગયો છે.

જો આપણે આ વેબસાઇટને સર્ચ કરીએ તો તેમાં ‘ અત્યારે લાગુ નથી ’ એવું લખેલું આવે છે. પરંતુ તે થોડા દિવસ પહેલા તે ચાલૂ હતી. કારણ કે એમાં નોકરીની ખાલી જગ્યાઓ બહાર પાડી હતી. વડાપ્રધાન મોદી અને વેંકૈયા નાયડુ એક વખત મળ્યાં હતા તો તે તસવીર અહીં લગાવવામાં આવી હતી.

જોયું તમે કે કેટલી મોટા સ્તરની બનાવટ છે. થોડા લાલચમાં આવ્યા એટલે ગયા કામથી. આ જ નકલી માણસે એ પણ એક મોટુ નકલી કામ કર્યું હતું કે નહેરુ પ્લેસ પર મોદી અને નેહરુને એકસાથે લગાવી દીધા. કેટલું બુધ્ધિ વગરનું કામ કરી નાખ્યું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter