GSTV

‘સ્થિતી કોઇ પણ હોય,લોકેશન નહિં બદલે’ શોટગન કરશે કોંગ્રેસમાં પ્રવેશ

છેલ્લા ઘણાં સમયથી વર્તમાન ભાજપ નેતૃત્વથી નારાજ ચાલતા ભાજપનાં બાગી સાંસદ અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિંહા આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. બિહારનાં પટના સાહિબથી સાંસદ અને બિહારી બાબુ તરીકે વિખ્યાત શત્રુઘ્ન સિંહાને આડવાણી ગૃપનાં માનવામાં આવે છે. તેથી તેમની ટીકિટ પણ કાપી નાંખવામાં આવી છે. પોતાની ટીકિટ કપાવાની શક્યતા જણાતા અગાઉ તેમણે નિવેદન આપ્યું હતું કે સ્થિતી કોઇ પણ હોય લોકેશન બદલશે નહિં.

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિંહા આજે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે.  આ પહેલા તેમણે 28મી માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.  સિંહાએ જણાવ્યુ હતુ કે, કોઈપણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે તો પણ હું ચૂંટણી પટના સાહિબ બેઠક પરથી જ લડીશ.  બિહારની પટના સાહિબથી શત્રુઘ્ન સિંહાની ટિકિટ ભાજપે કાપી છે. ત્યારે હવે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે, સિંહા કોંગ્રેસમાં સામેલ થવા જઈ રહ્યા છે.  છેલ્લા ઘણા સમયથી શત્રુધ્નસિંહા ભાજપમાં રહીને સતત પીએમ નરેન્દ્ર મોદી અને સરકારની ટિકા કરતા હતા. તેમજ વિપક્ષના મહાગઠબંધનના મંચ પર પણ તેઓ દેખાતા હતા. તેને કારણે પાર્ટીએ આ વખતે તેમને ટિકિટ ન આપી. તેમની જગ્યાએ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે.

અગાઉ કોલકાતામાં યોજાયેલી વિપક્ષની યુનાઇટેડ રેલીમાં પણ શત્રુઘ્ન સિંહા મંચ પર જોવા મળ્યા હતાં. છેલ્લા ઘણાં સમયથી શોટગન સિંહા મોદી અને ભાજપ વિરોધી સુર રેલાવી રહ્યા હતાં. તેથી તેમને ટીકિટ કપાવાની શક્યતા નક્કી હતી. આજે તેઓ વિધીવત કોંગ્રેસ માં સામેલ થઇને પટના સાહિબ લોકસભા સીટ પરથી કોંગ્રેસનાં નેજા હેઠળ ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા ચાલી રહિ છે.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!