GSTV
Gujarat Government Advertisement

આધાર કાર્ડને લઈ આવ્યા નવા નિયમો, કોઈનો ડેટા સ્ટોર કરતાં પહેલા…

Last Updated on July 5, 2019 by

જો કોઈ વ્યક્તિએ અથવા સંસ્થાએ આધારનો ડેટા સ્ટોર કર્યો તો તેને એક કરોડ રૂપિયાનો દંડ આપવામાં આવશે. તેની સાથે એવા લોકોને જેલ પણ જવું પડશે. ઉંમર થવા પર આધારની જરૂર હવે રહેશે નહીં તેનો અડધો રસ્તો તો ગુરુવારના દિવસે સાફ થઈ ગયો હતો.

કેન્દ્રીય સૂચના પ્રોધોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે ચર્ચા દરમિયાન સંશોધન અધિનિયમને લઈ સભ્યોના સવાલનો જવાબ આપ્યો હતો….પ્રસાદે સદનમાં જણાવ્યું કે બિલને સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ તૈયાર કરવામાં આવશે અને ડેટાની સુરક્ષા પર પૂરું ધ્યાન આપવામાં આવશે.

આધાર ધારકની ઈચ્છા વગર તેની જાણકારી જાહેર કરવામાં નહીં આવે. જો કોઈ તેની વિરુદ્ધ કામ કરશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. તેણે જણાવ્યું કે સરકાર ડેટા સંરક્ષણ કાનૂના વિશેષજ્ઞોની સલાહ લઈ રહ્યા છે અને તેની જલદી જ જાહેર કરશે.

બેંક ખાતા અને સિમ કાર્ડમાં આધાર જરૂરી રહેશે. અત્યાર સુધી મળનારો કોઈ પણ લાભ અને સેવા પૂરી નહીં થાય. ડેટાની ચોરી કરનારી ફર્મને એક કરોડ દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીને કહ્યું કે આધારમાં દેશના 123 કરોડ આધાર ધારકોની જાણકારી સુરક્ષિત છે. તેને ખાલી અને ખાલી રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો અથવા કોર્ટનો આદેશ પર જ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નેતા હોવાથી જો કોઈના ખાનગી ડેટાને જોવું છું તો નવા નિયમ મુજબ પણ ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. તેને સદનમાં પોતાનું આધાર કાર્ડ બતાવતા કહ્યું કે તેમાં નામ, પિતાનું નામ, જન્મ તારીખ, અને તેમનું સરનામું આપવામાં આવ્યું છે. તેમાં જાતિ, ધર્મ અને મેડિકલ રેકોર્ડ નહીં હોય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભૂલી જાઓ પેટ્રોલ અને ડીઝલ! આવી રહી છે Hydrogenથી ચાલવા વાળી કાર , શરૂ થશે પરીક્ષણ

Vishvesh Dave

આશ્ચર્યજનક! આજ સુધીની આ સૌથી વધુ ડાઉનલોડ થતી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ વર્ઝન, જાણો વિશેષતા

Vishvesh Dave

Car Insurance Renewal / કાર વીમા પોલિસી થઈ ગઈ છે લેપ્સ, તેને આ સરળ રીતોથી કરાવો રીન્યુ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!