GSTV
Home » News » સુરક્ષાની દ્રષ્ટિએ ભારતે એક મોટી કામિયાબી પ્રાપ્ત કરી, અા દેશો સાંભળશે તો બળી જશે

સુરક્ષાની દ્રષ્ટિએ ભારતે એક મોટી કામિયાબી પ્રાપ્ત કરી, અા દેશો સાંભળશે તો બળી જશે

સુરક્ષાની દ્રષ્ટિએ ભારતે એક મોટી કામિયાબી પ્રાપ્ત કરી છે. ગુરુવારે ઓડિશા સમુદ્ર તટ પરથી ભારત દ્વારા બેલેસ્ટિક મિસાઈલ શીલ્ડનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ શીલ્ડની મદદથી દુશ્મનની કોઈપણ પ્રકારની મિસાઈલને ચાલીસ કિલોમીટરની રેન્જમાં ખતમ કરી શકાશે. એર ડિફેન્સની દ્રષ્ટિએ ભારતની એક મોટી સિદ્ધિ છે.

મહત્વપૂર્ણ છે કે ભારતના પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પરમાણુ મિસાઈલો ધરાવતી શક્તિઓ છે. પાકિસ્તાન અને ચીન ભારત પર ખોરી દ્રષ્ટિ ધરાવે છે. તેવામાં એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વકનું પરીક્ષણ એક મોટી કામિયાબી છે. હાલ મિસાઈલ શીલ્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે… 2022 સુધીમાં મિસાઈલ શીલ્ડ ભારતની સરહદોની સુરક્ષા માટે તૈયાર થઈ જશે.

આ આખા મિશનને માનવીય હસ્તક્ષેપ સાથે મિશન કમ્પ્યુટર હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ દરમિયાન રડાર, મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલિમેટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હાલ કેટલાક દિવસો પહેલા જ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતરમણની અધ્યક્ષતામાં ડીએસીએ અમેરિકા પાસેથી એક અબજ ડોલરમાં નેશનલ એડવાન્સ્ડ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમ-ટુના સંપાદનના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

વોશિંગ્ટન અને મોસ્કોની તર્જ પર કેન્દ્રની મોદી સરકાર રાજધાની નવી દિલ્હીને પણ અભેદ્ય સુરક્ષા પ્રદાન કરવાની તૈયારીમાં છે. તેના કારણે દુશ્મન ગમે તેટલી મનસા છતાં મિસાઈલ, ડ્રોન અને યુદ્ધ વિમાનો દ્વારા હુમલો કરી શકશે નહીં. ભારત સરકાર પોતાની કોશિશોથી દિલ્હીની ચારે તરફ મિસાઈલ શીલ્ડ ઉપલબ્ધ કરવાની કોશિશ થઈ રહી છે.

Related posts

આ છે વિશ્વનો સૌથી ખૂંખાર અને ક્રૂર તાનાશાહ, દેશવાસીઓ માટે જે કર્યું તે હતું અત્યંત પ્રશંસનીય

Yugal Shrivastava

કેજરીવાલને ખબર પડી ચૂકી છે કે મોદી સરકારને ચપટી વગાડતા જ કેવી રીતે હરાવી શકાય ?

Mayur

ભારતમાં મોદીની નહીં હોય પણ અહીં છે ટ્રમ્પની 6 ફૂટની પ્રતિમા, ભગવાનની જેમ થાય છે અહીં પૂજા

Karan
Do NOT follow this link or you will be banned from the site!